GUJARAT

શક્તિસિંહે, શંકર ચૌધરીને ગેરંટી આપી: ‘સ્વ. ગલબાકાકાની પૌત્રી પાર્લામેન્ટમાં નહીં ચાલે પણ ડેરી સારી ચલાવશે’, કહ્યું – ‘આ મોદીની નહીં મારી ગેરંટી છે’ – banaskantha (Palanpur) News


ગુજરાત લોકસભાની 26માંથી માત્ર એક બનાસકાંઠા બેઠક પર જીત અપાવી ગેનીબેન ઠાકોરે કોંગ્રેસની લાજ રાખી હતી. ત્યારે આજે બનાસકાંઠાના પાલનપુરમાં સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારંભ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત રહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે બનાસડેર

.

શક્તિસિંહે, શંકર ચૌધરીને કહ્યું- ગલબાકાકાનું ઋણ ઉતારો
બનાસકાંઠા બેઠક જીતી ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવનાર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આજે પાલનપુરમાં કોંગ્રેસના એક કાર્યક્રમમાં બનાસ ડેરી, રેખાબેન ચૌધરી અને સ્વ.ગલબાકાકાને લઈ એક નિવેદન કરી બનાસડેરીના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ગેનીબેન ઠાકોરના સત્કાર સમારંભમાં શક્તિસિંહ દ્વારા શંકર ચૌધરીને અપીલ કરતા કહ્યું હતું કે, સ્વ, ગલબાકાકાનું ઋણ ઉતારો, ગલબાકાકાના પૌત્રી પાર્લામેન્ટમાં નહીં ચાલે પણ ડેરી સારી ચલાવશે. સાથે કહ્યું હતું કે, આ મોદીની નહીં મારી ગેરંટી છે.

લોકોએ અહંકારને ટક્કર મારી ગેનીબેનને સાંસદ બનાવ્યા- શક્તિસિંહ
શક્તિસિંહ ગોહિલે વધુમાં કહ્યું હતું કે, ડેરી કે બેંકની અંદર લડાઈ એક વ્યક્તિના અહંકારની લડાઈ હતી. એક વ્યક્તિના અહંકાર સામે બધું જ હતું. ખૂબ મને આનંદ એ વાતનો છે કે અહંકારને ટક્કર મારીને ગેનીબેનને સાંસદ બનાવ્યા.

પાલનપુરમાં ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારંભ યોજાયો
ગુજરાતની 26 લોકસભાની બેઠકોમાંથી માત્ર એક બનાસકાંઠા બેઠક કોંગ્રેસને મળી હતી. ગેનીબેન ઠાકોરની જીત થયા બાદ આજે કોંગ્રેસ દ્વારા પાલનપુરમાં સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્કાર સમારંભમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક,પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગેનીબેન ઠાકોરની કેળાથી તુલા કરવામાં આવી હતી. લોકસભામાં વિજય થતા ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના કાર્યકર્તાઓને મામેરારૂપી માતર આપી હતી.

‘ગાંધીજીની વિચારધારા સામે નોટરૂપી ગાંધીજી બહુ ચાલ્યા પણ સત્યનો વિજય થયો’
સત્કાર સમારોહમાં બનાસકાંઠાના સંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ગાંધીજીની વિચારધારાની સામે નોટ રુપી ગાંધીજી બહુ ચાલ્યા. પણ સત્યનો વિજય થયો. આજે મને અહીં તલવાર આપી છે એ કોઈ હિંસા કરવાં નહિ પણ જ્યાં ખોટું કરતા હોય અને ગાંધી ચીંધ્યા માર્ગથી ન સમજે તો તેમની ભાષામાં સમજાવવા માટે છે. 2024ની ચૂંટણીમાં અન્ય લોકસભાના મતદારો અહીં દાખલ કરાવ્યા હતા. છેવટે તેમણે પ્રિસાઈડિંગ ઓફિસરોની પણ મિટિંગ કરેલી. પણ બનાસકાંઠાની જનતા સાથે હતી એટલે એમનો પાપનો ઘડો ફૂટી ગયો. આપણે લોકસભાની એક સીટ જીત્યા અને આપણા રાહુલજીને હિંમત આવી અને પ્રધાનમંત્રી સામે આંગળી ચીંધીને કહ્યું કે, અમે તમને ગુજરાતમાં હરાવીશું. જો મરાથી કઈક ભૂલ થઈ હોય તો બે હાથ જોડીને માફી માંગુ છું તો મને બહેન માનીને માફ કરશો..હું દિલ્હી ગઈ તો બધા સાંસદો મારી સામે આંગળી ચીંધીને કહેતા હતા કે, મોદી કે ગઢ મેં જીત કે આઈ હે.

ગેનીબેન સામે સ્વ.ગલબાકાકાના પૌત્રીની હાર થઈ હતી
લોકસભા ચૂંટણી-2024માં બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી હતી. જ્યારે ભાજપે બનાસડેરીના આદ્ય સ્થાપક સ્વ. ગલબાકાકાના પૌત્રી રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી. ચૂંટણી દરમિયાન બનાસકાંઠા બેઠક ચર્ચાના કેન્દ્રમાં રહી હતી. જેમાં ભાજપના રેખાબેન ચૌધરીને હાર આપી ગેનીબેન ઠાકોર દિલ્હી પહોંચવામાં સફળ રહ્યા છે. ત્યારે હવે શક્તિસિંહે ઉત્તર ગુજરાતમાં જઈ સાંસદ ન બની શકેલા રેખાબેન ચૌધરીને બનાસડેરીના ચેરપર્સન બનાવવાની વાત કરી નવી ચર્ચાને જન્મ આપ્યો છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!