GUJARAT

સરકારી શાળામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા: મંડાલી પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનની દાળમાં જીવાત નીકળી; રજૂઆતના 8 દિવસ બાદ પણ જથ્થો બદલવામાં આવ્યો નથી – Ambaji News


સરકારી શાળામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે સરકાર દ્વારા અનેકો યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેથી બાળકો કુપોષણ મુક્ત થાય અને બાળકોનું સ્વાસ્થ્ય જળવાય તે માટે સરકાર અનેકો યોજનાઓ ચાલુ છે. પ્રાથમિક શાળાના બાળકોને અલગ અલગ પ્

.

પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનની દાળમાં જીવાત નીકળી​​​​​
દાંતા તાલુકામાં સરકારી શાળામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતાં હોવાનો કિસ્સો સામે આવ્યો છે. દાંતા તાલુકાના મંડાલી ગામે પ્રાથમિક શાળામાં બાળકોને આપવામાં આવતા મધ્યાહનના અનાજમાં જીવાત નિકળી છે. મંડાલી પ્રાથમિક શાળામાં અપાતા મધ્યાહનના ભોજનના અનાજના જથ્થામાં આવેલી દાળમાં જીવાત નીકળવાનો સમગ્ર મામલો સામે આવ્યો છે.

રજૂઆતના 8 દિવસ બાદ પણ જથ્થો બદલવામાં આવ્યો નથી
​​​​​​​
સરકાર દ્વારા અપાતી મધ્યાહન ભોજનની ચણા દાળમાં ભારે માત્રામાં જીવાત નીકળી છે. જાણકારી મુજબ તાલુકાના તમામ મધ્યાહન કેન્દ્રોમાં સરકાર તરફથી અપાતા સીધું સામાનમાં જીવાત જોવા મળી હતી. નાના બાળકોના ભોજન માટે સરકાર તરફથી આટલી હલકી ગુણવત્તાવાળો સામાન શા માટે મોકલવામાં આવ્યો તે એક મોટો સવાલ છે. આ પ્રકારના હલકી ગુણવત્તાના ભોજનને લઇ નાના બાળકોના આરોગ્ય સાથે સરેઆમ ચેડા થતા જોવા મળી રહ્યા છે. સરકાર દ્વારા મધ્યમ ભોજનની તથસ્થ તપાસ અને ગુણવતાયુક્ત ભોજન બાળકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

દાંતા મંડાલી પ્રાથમિક શાળાના આચાર્યના જણાવ્યા મુજબ, આ દાળનો જથ્થો અઠવાડિયા પહેલાં આવ્યો હતો. અમને જાણ થતાં અમે હલકી ગુણવત્તાવાળા અનાજ અને દાળમાં જીવાત છે. તેની જાણ સંચાલકોને કરી હતી. ત્યારે સંચાલકોએ આ જથ્થાને બદલવાની બાંહેધરી આપી હતી. આઠ દિવસ થયા હોવા છતાં પણ આ ખરાબ દાળનો જથ્થો બદલવામાં આવ્યો નથી. આજે એક જાગૃત નાગરિકે ખરાબ દાળના જથ્થાનો વીડિયો ઉતાર્યો હતો. શાળાના આચાર્ય વધુમાં જણાવ્યું હતું કે, અમે આ દરમિયાન ખરાબ દાળના જથ્થાનો ઉપયોગ નથી કર્યો. અમે બહારથી દાળ લાવીને બાળકોને પીરશી હતી.

આ મામલે દાંતા મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમે તાલુકામાં જે દાળનો ખરાબ જથ્થો આવ્યો હતો તેને બદલાવાની સૂચના આપી દીધી હતી. મોટાભાગે તે દાળનો જથ્થો બદલાઈ ગયો હતો. કદાચ કોઈ વિસ્તારમાં આ ખરાબ દાળનો જથ્થો બદલવાનો રહી ગયો છે, તો તેને તરતત જ બદલાવામાં આવશે. આજે મંડાલી પ્રાથમિક શાળાથી જે ખરાબ દાળના જથ્થાનો વીડિયો આવ્યો છે. તેને જોઈને અમે તપાસ શરૂ કરી દીધી છે.આમાં જવાબદાર સંચાલકો જેને જવાબદારી ન નિભાવી બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કર્યા હશે તેની તપાસ કરી અમે આગળની કાર્યવાહી હાથ કરીશું.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!