GUJARAT

રક્તદાન મહાદાન: ભારત વિકાસ પરિષદના 62માં સ્થાપના દિન નિમિતે પાલનપુરમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, 70 યુનિટ રક્ત એકત્ર કરાયું – banaskantha (Palanpur) News


પાલનપુરમાં ભારત વિકાસ પરિષદના 62માં સ્થાપના દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાખા પરિવારના સભ્યો આઈ.ટી.આઈ ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા બ્લડ ડોનેશન કેમ્પમાં 70 જેટલી બ્લડની બોટલો એકત્ર કરવ

.

ભારત વિકાસ પરિષદના 62માં સ્થાપના દિન નિમિત્તે ભારત વિકાસ પરિષદ અને ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા દ્વારા આઇ. ટી. આઇ પાલનપુરના સંકુલમાં ITI ના સહયોગ થકી આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 70 જેટલી બોટલ રકત એકત્ર કરવામાં આવ્યું હતું. જેમાં આઇ.ટી.આઇ પાલનપુર ના આચાર્ય રોહિતભાઈ ચૌધરી તેમજ ભારત વિકાસ પરિષદના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ,દુગેશભાઈ, મંત્રી લાલજીભાઈ,ભરતભાઈ, અલ્પેશભાઈ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા કાર્યક્રમમાં શાખા પરિવારના સભ્યો, મહિલા સભ્યો,આઇ. ટી. આઇ પાલનપુરના વિદ્યાર્થીઓ તેમજ તેમના સ્ટાફ મેમ્બર દ્વારા રકતદાન કરવામાં આવેલ હતું.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!