GUJARAT

‘અમને ઘરના બદલે ઘર જોઈએ’: પનાસ ગામમાં મનપા દ્વારા પાણી અને વીજ જોડાણ કાપવાની શરુઆત કરતા રહીશોનો વિરોધ, ઘર્ષણના દૃશ્યો સર્જાયા – Surat News

સુરતના પનાસ ગામમાં આજે મનપાની ટીમ પહોંચી હતી અને અહી આવાસો જર્જરિત હોય અગાઉ નોટીસ પણ આપવામાં આવી હતી. આ દરમિયાન આજે પાણી તેમજ વીજ કનેક્શન જોડાણો કાપવાની શરૂઆત કરી હતી, જેને લઈને રહીશો દ્વારા અહીં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રહીશોની માંગ છે કે, અમને

.

જર્જરીત ઘર ખાલી કરાવવા તંત્ર એક્શન મોડમાં
સુરતના સચિન પાલીગામ વિસ્તારમાં 6 જુલાઈના રોજ બહુમાળી ઈમારત ધરાસાયી થયાની ઘટના બાદ સુરત મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું છે અને સુરત શહેર વિસ્તારમાં આવેલા અલગ-અલગ સરકારી આવાસ અને ટેનામેન્ટો જે જર્જરીત થયા છે, તેને વહેલી તકે ખાલી કરાવવા માટે તંત્ર એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે ત્યારે આજે સુરતના પનાસ ગામ એસએમસી આવાસમાં સુરત મહાનગરપાલિકાની ટીમ આવી પહોંચી હતી અને સોસાયટીના પાણી તેમજ વીજ કનેક્શન જોડાણો કાપવાની શરૂઆત કરી હતી. જેને લીધે સ્થાનિક રહેવાસીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ કહ્યું કે, અમને ઘરના બદલે ઘર જોઈએ છે.

એકદમથી નીકળી ને ક્યાં જાય? વ્યવસ્થા કરી આપો
પૂજાબેનેએ જણાવ્યું હતું કે અહી એસએમસી ક્વોટર્સ ૨૫ વર્ષથી છે. હવે આ મકાન જૂના થઇ ગયા છે. સરકારે વચ્ચે એક નોટિસ આપી હતી જેમાં એમ લખેલું હતું કે, અઠવાડિયામાં આ મકાન ખાલી કરો પણ એના બદલામાં શું એવું કઈ લખ્યું ના હતું, તેના બદલામાં અમને મકાન આપશે કે, અમે ખાલી કરીને બીજે જઈએ તો અમને ભાડું આપશે એવી કોઈ વાત તેમાં લખી નહોતી. પછી અમે આટલા દિવસોથી વેઇટ કરતા હતા કે, સરકાર અહી આવે અને અમારી સાથે વાત કરે તો અમને એનો જવાબ મળે કે, તે શું કહેવા માંગે છે? અને અમે શું કહેવા માંગીએ છીએ? અમને ઘરની બદલે ઘર જોઈએ છે, અમે અહી 25 વર્ષથી રહીએ છીએ તો અમે ક્યાં જઈએ? આની અંદર 700 મકાન છે. અહી અમુક વૃદ્ધ લોકો પણ છે કે જેની આગળ પાછળ કોઈ જ નથી તો એકદમથી નીકળી ને ક્યાં જાય ?

અમને ઘરના બદલે ઘર જોઈએ છે​​​​​​​
વધુમાં જણાવ્યું હતું કે, આજે સવારે એવો બનાવ બન્યો છે કે સવારે AMCવાળા પાણી, લાઈટ બધું કાપવા આવી ગયા હતા તો બે-ચાર છોકરાઓએ તેઓને રોક્યા હતા. તેઓ રોકશે જ કારણ કે જવાબ નથી મળ્યો કે, તેઓના ઘરના બદલે ઘર કે શું મળશે? અમને કોઈ જવાબ મળ્યો નથી, તો એ લોકોએ રોક્યા તો તેઓને માર મારીને અંદર કરી દીધા છે. અમને ઘરની બદલે ઘર જોઈએ છે. આજે ભરવરસાદમાં એ લોકો પાણી, લાઈટ કાપવા આવ્યા છે તો આ ભર વરસાદમાં અમે ક્યાં જઈએ ? અમને બસ ઘરની બદલે ઘર જોઈએ છે.

છોકરાઓને લઈને ક્યાં જઈએ?
રેખાબેન રાઠોડએ જણાવ્યું હતું કે, વરસાદમાં આ લોકો ઘર તોડવા આવ્યા છે તો અમે છોકરાઓને લઈને ક્યાં જઈએ? અમને ઘરના બદલે ઘર જોઈએ છે. અમે આટલા વર્ષોથી અહી જ રહીએ છીએ, જયારે આ લોકોએ અમારી ઝૂંપડપટ્ટી તોડી ત્યારે જ અમને કહી દેવું જોઈતું હતું કે, તમને આ ઘર પાછું નહી મળે તો અમે ત્યારે જ અમારી સગવડ કરી લેત, સરકાર જ આવું કરે તો અમે ગરીબ માણસ ક્યાં જવાના? અમે રોજ લાવીને રોજ ખાવાવાળા છીએ, અમે ક્યાં જઈએ, અમારી એક જ માંગણી છે કે, અમને બસ ઘરના બદલે ઘર જોઈએ.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!