GUJARAT

બાળકો લોકશાહિનું મહત્વ સમજ્યા: કવિવર રવીન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળામાં બાલસાંસદની ચૂંટણી યોજાઈ; શાળાકીય પ્રવૃત્તિઓનું સંચાલન બાલસાંસદો દ્વારા કરવામાં આવશે – Vadodara News


ભારત દેશ એટલે સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ. અને લોકશાહીને જીવંત રાખતી અને જીવંત બનાવતી પ્રક્રિયા એટલે ચૂંટણી. આ ઉદ્દેશ સાથે દર વર્ષની જેમ આજે કવિવર રવીન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજવામાં આવી હતી. શાળાના ધોરણ 6થી 8ના વર્ગમાં શા

.

વિશેષ વાતએ હતી કે આ ચૂંટણીમાં BLO, પ્રીસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, પોલીસ સ્ટાફ, મીડિયા કર્મચારી વગેરેનાં રોલ બાળકોએ જાતે નિભાવ્યા હતા. આ પ્રસંગે શાળાના SMC સભ્યો પણ હાજર રહ્યા હતા. શાળાના શિક્ષિકા બહેનો મોનાલીસાબેન, સુનિતાબેન અને બાલમિત્ર નોહરીનબેનનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર બાલસાંસદ ચૂંટણી બાળકોએ આયોજિત કરી હતી.

ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે તેમજ વિવિધ મંત્રાલયોની ફાળવણી પણ ત્યારબાદ કરવામાં આવશે. આમ ત્યારબાદ સમગ્ર શાળાકીય પ્રવૃત્તિઓનું સંચાલન વિજેતા થયેલા બાલસાંસદો દ્વારા કરવામાં આવશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!