GUJARAT

અગ્નિકાંડમાં 60 દિવસે 1 લાખથી વધુ પેજની ચાર્જશીટ: TRP ગેમ ઝોનમાં ફોર્મ સીટથી 5 મિનિટમાં આગ વિકરાળ બની, મુખ્ય સંચાલકના આર્થિક વ્યવહારોની તપાસ કરી: પાર્થરાજસિંહ ગોહિલ – Rajkot News


આજથી (25 જુલાઈ 2024) 60 દિવસ અગાઉ રાજકોટની એક ઘટનાએ રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. જેમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકો ભૂંજાઈ ગયા હતા. આગની દુર્ઘટનામાં મનપા તંત્રની ગંભીર બેદરકારી હોવાનું સામે આ

.

15 આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કરાઈ
રાજકોટ ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, 25 મેના રોજ રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા TRP ગેમ ઝોનમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 27 લોકોના મોત થયા હતા. જે આગ લાગી હતી તે વેલ્ડિંગના કારણે લાગી હતી. નીચે જે વસ્તુઓ પડી હતી તેમાં ફોર્મ સીટ તેમજ વૂડન સીટ પણ હતી. પરંતુ ફોર્મ સીટના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સીસીટીવી ફૂટેજ જોતા સ્પષ્ટ થયું હતું કે, આગ છે તે માત્ર 4થી 5 મિનિટમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બનાવમાં પ્રથમ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ધવલ ઠક્કર, અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, પ્રકાશચંદ હિરણ, યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ સહિત 6 લોકો સામે નામજોગ અને તપાસમાં ખૂલે તે અન્ય સામે IPC કલમ 304, 308, 337, 338 અને 114 મુજબ ફરિયાદ કરવામાં આવી હતી. જે તપાસમાં ગેમ ઝોનના સંચાલકો તેમજ પોતાના કામમાં બેદરકારી દાખવનાર રાજકોટ મનપાના અધિકારીઓ સહિત કુલ 15 લોકોની ધરપકડ કરી તેમની સામે ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે.

365 લોકોના સાક્ષી તરીકે નિવેદન લેવામાં આવ્યા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ તપાસ દરમિયાન 15 આરોપીઓની ધરપકડ કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ સજ્જડ પુરાવાઓ એકત્રિત કરી ચાર્જશીટમાં મુકવામાં આવ્યા છે. કુલ 365 લોકોના સાક્ષી તરીકે નિવેદન લેવામાં આવ્યા છે. જે પૈકી 30 લોકોના નિવદેન જ્યુડિશિયલ કન્ફેશન્સ મેળવવામાં આવ્યા છે. કુલ 1 લાખથી વધુ પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. આ ચાર્જશીટની અંદર મુખ્ય સાક્ષીઓમાં નજરે જોનારા વ્યક્તિઓ, ગેમ ઝોનના કર્મચારીઓ, કેટલાક ઇજાગ્રસ્ત દર્દીઓ સહિત તમામ લોકોના નિવેદન આમાં નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત આગળની તપાસમાં જો કોઈ વ્યક્તિની ગુનાહિત પ્રવૃત્તિ અથવા કોઇ પુરાવા મળે તો પોલીસ દ્વારા કલમ 173(8) મુજબ ઉમેરો કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.

મૃતક પ્રકાશ હિરણના આર્થિક વ્યવહારોની તપાસ કરાઇ
વધુમાં જણાવ્યું હતું કે, જે મુખ્ય સંચાલક છે પ્રકાશ હિરણ તેમનું પણ આ દુર્ઘટનામાં મોત થયું છે. તેમના આર્થિક વ્યવહારોની આપણે તપાસ કરાવી છે. CAની નિમણૂંક કરી તેમને સાથે રાખી આ કેસમાં સંચાલકોના બેન્કિંગ વ્યવહારો, ટ્રાન્ઝેક્શન, આઇટી રિટર્ન, GDT રિટર્ન અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ હાલ ચાલુમાં છે જે તમામ વિગત આગળ તપાસમાં પુરાવા રૂપે ઇન્વોલ કરવામાં આવશે. આ કેસમાં ભાજપના કોર્પોરેટર નીતિન રામાણીએ મીડિયા સમક્ષ ગેમ ઝોન બાબતે ભલામણ કરી હોવાનું ધ્યાન પર આવતા તેમનું પણ નિવદેન નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેની પણ નોંધ આ કેસમાં કરવામાં આવી છે.

TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત
રાજકોટના નાના મવા રોડ પર TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત થતાં પોલીસે સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ ટીઆરપી ગેમ ઝોન સાથે સંકળાયેલા ધવલ, ઠક્કર, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, નીતિન જૈન, અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, વેલ્ડિંગ કોન્ટ્રાક્ટર મહેશ રાઠોડ તેમજ મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ ધનજીભાઈ સાગઠિયા, મનપાના જ અન્ય અધિકારીઓ ગૌતમ દેવશંકર જોષી, મુકેશ રામજીભાઈ મકવાણા, જયદિપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા સાથે ફાયર બ્રિગેડના તત્કાલિન ચીફ ફાયર ઓફિસર ઇલેશબાઈ વાલાભાઈ ખેર, ડે. ચીફ ફાયર ઓફિસર ભીખાભાઈ જીવાભાઈ ઠેબા અને સ્ટેશન ઓફિસર રોહિત આસમલભાઈ વીગોરા મળી 15 આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે.

આ કેસમાં ચાર પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા
આખા કેસમાં પોલીસ દ્વારા મનપાના અધિકારીઓ સામે ધરપકડ સુધીની કાર્યવાહી કરવામાં આવી છ. જ્યારે પોલીસ વિભાગના માત્ર ચાર પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ દ્વારા પોલીસને બચાવી લેવાનો ગણગણાટ ચાલી રહ્યો છે. પોલીસ વિભાગની જવાબદારી ભાવ બાંધણું ફિક્સ કરવાની જવાબદારી હોય છે, પરંતુ આ પછી ત્યાં ભાવ બાંધણું થયા મુજબ ફી વસૂલવામાં આવે છે. કેમ કે, અથવા વધુ ઓછી લેવામાં આવે છે કે કેમ તે દિશામાં તપાસ થવી જોઇએ. પરંતુ આ દિશામાં કોઈ પોલીસ તપાસ કરવામાં આવી નથી. ખરા અર્થમાં ત્યાં ભાવ બાંધણું હતું તેના કરતા વધુ રૂપિયા લેવામાં આવતો હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જો એ દિશામાં તાપસ થાય તો પોલીસે આગ કેવી રીતે લાગી શું કામ લાગી તે દિશામાં તપાસ કરી આ તપાસને પૂર્ણ કરી દેવામાં આવી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.

મનસુખ સાગઠિયાના રાજકીય આકાઓ કોણ હતા?
ઉલ્લેખનીય છે કે, આ કેસમાં આરોપી મનપાના તત્કાલિન ટીપીઓ મનસુખ સાગઠિયાના રાજકીટ આકાઓ કોણ હતા? કોની ભલામણતી તેણે ગેરકાયદે ટીઆરપી ગેમ ઝોનનું ડિમોલિશન કર્યું ન હતું. તે સહિતના અનેક પ્રશ્નોનો બે માસથી તપાસ પછી પણ ખુલાસા થયા નથી. આજ કારણથી ભોગ બનેલા પીડિત પરિવારો પોતાને પુરતો ન્યાય નહીં મળ્યાની લાગણી હજુ પણ અનુભવી હ્યા છે. જ્યારે આ કેસમાં એક આરોપી પ્રકાશ જૈન આગમાં જ જીવતો ભુંઝાઈ ગયાનું સીટની તપાસમાં બહાર આવ્યું છે તે જોતા આ કેસમાં કુલ 16 આરોપીઓની સંડોવણી ખુલવા પામી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!