જય અંબેના જયઘોષ સાથે શ્રદ્ધા યાત્રા 2024નો પ્રારંભ: શાર્દૂલ અન્વેષિકા ગુરુકુળના બાળકોએ જમિયતપુરા ગામેથી તેમના 10 ગુરુજનો એવં માતાઓ સાથે સાયકલ લઈને 180 કિલોમીટર દૂર અંબાજી દર્શન માટે પ્રયાણ કર્યું – Ahmedabad News
શ્રદ્ધા, ભક્તિ અને શક્તિનો ત્રિવેણી સંગમ ગણાતી માઁ અંબાની તીર્થ યાત્રા વિશ્વપ્રસિદ્ધ છે, જેમાં લખો ભક્તો માઁના પાવન ચરણોમાં શીશ નમાવવા આવે છે. ત્યારે શાર્દૂલ અન્વેષિકા ગુરુકુળના 8થી 10 વર્ષના 25 બાળકો તેમના 10 ગુરુજનો એવં માતાઓ સાથે સાયકલ લઈને 180 કિ
.
આ યાત્રા વિશેષ એટલે પણ છે, કારણ કે બાળકો અને ગુરુજનો અંબાજી જતા જે ગામમાં રોકાય છે, તે ગામના બાળકો અને ગામના લોકો સાથે મળીને નાટકો, રમતો, વાર્તા, ભજન એવં શાસ્ત્રોના સત્સંગ દ્વારા ગામના લોકો સાથે એકરૂપ થાય છે. બધાજ યાત્રાળુઓ જાતેજ પોતાનું ભોજન બનાવે છે અને સામે ચાલીને ગામના ઘરોમાં લોકોને તેમની પ્રવૃત્તિઓ માટે બોલવવા જાય છે. આ શ્રદ્ધા યાત્રા પ્રાચીન સમયમાં ઋષિઓએ આપેલ તીર્થયાત્રાનું યુગાનુકુળ સ્વરૂપ છે. ગુરુકુળના સર્વે બાળકો અને ગુરુજનો 7 દિવસીય આ શ્રદ્ધા યાત્રામાં સાત વિવિધ ગામડાઓમાં રોકાશે અને પોતાના જીવનમાં અને જનમાનસમાં ધર્મ અને આધ્યત્મ પ્રત્યે શ્રદ્ધા એવં વિશ્વાસ વધે તે માટે ૧૨ તારીખે માં અંબાને પોતાનું કર્તૃત્વ રૂપી સુગંધિત ફૂલ ચઢાવશે.