GUJARAT

તું ભીખારી બાપની દીકરી છો: સાસરિયાઓએ પરિણિતાને દહેજના 10 લાખ અને બંગલામાં ફર્નિચર માટેના પૈસા માટે દબાણ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો – Ahmedabad News

સમાજમાં લગ્ન બાદ સાસરિયાઓ દ્વારા દહેજ મુદ્દે પરીણિતાઓને ત્રાસ આપવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. શહેરમાં દહેજ અને કરિયાવરને લગતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પરિણિતાને સાસરિયાઓએ દહેજના 10 લાખ અને એક બંગલામાં ફર્નિચર માટેના પૈસા માટે દ

.

એક ફ્લેટમાં ફર્નિચર માટેનો ખર્ચો પણ લાવવો પડશે
​​​​​​​​​​​​​​પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં રહેતી પરિણીતા એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે. 2018માં તેના પ્રથમ લગ્ન થયાં હતાં અને બાદમાં મનમેળ નહીં રહેતા છૂટાછેડા થયાં હતાં. ત્યારબાદ 2024માં તેના લગ્ન સમાજના રીત રિવાજ મુજબ થયાં હતાં. તેનો પતિ દુબઈની બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતો હોવાથી તે વર્ષમાં એકાદ બે વખત ઘરે આવતો હતો. પરિણીતાની નણંદના પણ છૂટાછેડા થયા હોવાથી પિયરમાં જ રહેતી હતી. લગ્ન બાદ સાસરિયાઓ દ્વારા પરિણીતાને દહેજ માટે દબાણ કરવામાં આવતું હતું. તેના સાસુ-સસરા તેને કહેતા હતાં કે, તું ભીખારી બાપની દીકરી છો. તારે આ ઘરમાં રહેવુ હોય તો 10 લાખ રૂપિયા લાવવા પડશે અને બીજા એક ફ્લેટમાં ફર્નિચર માટેનો ખર્ચો પણ લાવવો પડશે. રૂપિયા ના લાવે ત્યાં સુધી તારે આ ઘરમાં રહેવાનું નથી એમ કહીને પરીણિતાને હેરાન કરવામાં આવતી હતી.

સસરા કહેતા તને ઘરે આવવામાં કેમ મોડું થાય છે
પરિણીતા ખાનગી કંપનીમાં નોકરી કરતી હોવાથી માર્ચ મહિનામાં અંતના સમયમાં કામનું ભારણ વધુ રહેતું હોવાથી તે ઘરે મોડી આવતી હતી. જેથી તેના સસરા તેને વારંવાર કહેતા હતાં કે, તને રોજ કેમ ઘરે આવવામાં મોડું થાય છે. મારે તારી ઓફિસમાં આવીને તપાસ કરવી પડશે. પરિણીતાના સસરા એવું પણ કહેતા હતાં કે, તારી આંખની તપાસ કરાવવી પડશે. આ બધી વાતો પરિણીતા તેના પતિને કરતી હતી તો પણ તેનો પતિ કોઈ જવાબ આપતો નહોતો. જેથી પરિણીતાએ કંટાળીને પિયરમાં રહેવા આવી ગઈ હતી. પોલીસે ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!