GUJARAT

વીડિયો વાયરલ: ભરૂચમાં બૂટલેગરના ઘરે હપ્તો લેવા જતાં પોલીસકર્મીઓના 35 વીડિયો વાયરલ થયા – Bharuch News


ભરૂચના લીમડી છાપરી વિસ્તારમાં દારૂનો વેપલો કરતાં એક બુટલેગરના ત્યાંથી પોલીસકર્મીઓ હપ્તો ઉઘરાવવા માટે જતાં હોય તેવા 35 વીડિયો દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વાયરલ કર્યાં છે. તેમણે સમગ્ર ઘટનાને લઇને આક્ષેપ કર્યાં છે કે, દારૂના હપ્તામાંથી ઉચ્ચ પોલીસ

.

આમ આદમી પાર્ટના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ શહેર જિલ્લામાં વેચાતાં દેશી-વિદેશીદારૂને લઇને ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. ધારાસભ્યએ સોશિયલ મિડીયા પર જણાવ્યું હતું કે, કેટલાંક યુવાનોએ તેમને ફરિયાદ કરી હતી કે, ભરૂચ શહેરમાં જાહેરમાં ડી-ક્વાલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે તેમજ દેશીદારૂ પણ કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરી વેચાય છે. જોકે, તેના કરતાં પણ ચોંકાવનારી બાબતે સામે આવી હતી કે, બૂટલેગરને ત્યાંથી પોલીસકર્મીઓ હપ્તા લે છે. જેના 35 વિડિયો પણ તેમની પાસે આવ્યાં છે. જેમાં એલસીબી, એસઓજી અને બી ડિવિઝનના પોલીસકર્મીઓ ત્યાં હપ્તા લેતાં હોય તેવા ફૂટેજ સામે આવ્યાં છે.

ત્યારે એક તરફ સરકાર દારૂબંધીના નામે કરોડો રૂપિયા ખર્ચ કરે છે અને ગાંધીના ગુજરાતમાં મોટામોટા ફાંફા ફોજદારી કરે છે ત્યારે પોલીસની રહેમનજર હેઠળ જે હપ્તા ઉઘરાવવામાં આવે છે તેમાંથી એક હિસ્સો ઉચ્ચ પોલીસ અધિકારીને તો જતો જ હશે પણ એક મોટો હિસ્સો ભાજપના કમલમ સુધી પણ જતો હશે એટલે જ આટલા મોટા પ્રમાણમાં ખુલ્લામાં દારૂ વેચાય છે. તેમણે ઉમેર્યું હતું કે, આગામી7 દિવસમાં આ દારૂના ઠેકાઓ બંધ નહીં થાય અને કસુરવાર પોલીસ કર્મી સામે કાર્યવાહી નહીં થાય તો રસ્ત પર ઉતરવાની ચીમકી આપી હતી.

જે પોલીસકર્મીની સંડોવણી આવશે તેની સામે કડક કાર્યવાહી થશે ભરૂચના બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલાં લીમડીછાપરી વિસ્તારમાં બુટલેગરને ત્યાં કેટલાંક પોલીસકર્મીઓ હપ્તો લેવા જતાં હોવાના આક્ષેપ થયાં છે. ત્યારે સમગ્ર મામલાને એસપી મયુર ચાવડાએ ગંભીરતાથી લઇ મને તપાસ સોંપી છે. સામે આવેલાં સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવા સાથે જે પોલીસકર્મીની આમા સંડોવણી હશે તેની સામે રીપોર્ટ કરાશે. એસપી દ્વારા તેમની સામે કડક કાર્યવાહી કરાશે. > સી. કે. પટેલ, ડીવાયએસપી, ભરૂચ



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!