GUJARAT

ખબરદાર જમદાર: અમદાવાદના એક DCP કરતાં તેમનો પોલીસકર્મી સુપર ફાસ્ટ નીકળ્યો, PSIનો ખાસ ટપોરી જેલ ભેગો થતાં જ તેમની રોકડી ઘટી ગઈ – Ahmedabad News


દિવ્ય ભાસ્કર તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે એક નવી પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે ‘ખબરદાર જમાદાર!’. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કો

.

IPSની જગ્યાએ તેના માણસ એક્ટિવ, ચા કરતા કીટલી ગરમ જેવો ઘાટ ઘડાયો
તાજેતરમાં જ ચા કરતા કીટલી ગરમ હોવ તેવી ચર્ચાઓ પૂરજોશમાં ચાલી હતી. અને આ અંગે એક સરળ વ્યક્તિએ જાહેરમાં ટીકા પણ કરી અને આવા ખોટી નથી. ખરેખર અમદાવાદ શહેરમાં એક ડીસીપી કરતા તેમની ઓફિસમાં બેસતો એક કર્મચારી સુપર ફાસ્ટ છે. અગાઉ આ ડીસીપીની જગ્યાએ બીજા ડીસીપી હતા તેમના ઘરના કામ માટે તે જાણીતો હતો. હવે આ વખતે ડીસીપી થોડા નરમ સ્વભાવના છે એટલે તેણે જાણે ડીસીપીને ટેક ઓવર કર્યા હોય તેવું શરૂ કર્યું છે. કોઈ પીઆઇ આ કીટલીને મળ્યા વગર ડીસીપી સુધી જઈ શકતા નથી અને મહિને પ્રસાદ અલગ હોય છે. ત્યારે આ કીટલી સમાન કર્મચારી તાજેતરમાં એક જાહેર કાર્યક્રમમાં ટોળા હતા ત્યાં IPSની જગ્યાએ પોતે એક્ટિવ થઈ ગયો. ઘણા લોકો IPSને કારણે કોઈ બોલ્યું નહીં.

ટપોરી જેલમાં બંધ થતાં જ PSIની આવક ઘટી ગઈ
એક એજન્સીના PSIએ જેલના ધક્કા શરૂ કર્યા છે. PSIનો ખાસ ટપોરી જેલમાં બંધ છે જેથી PSIએ હવે પોતાના માણસને મળવા જેલમાં જવાનું શરૂ કર્યું છે. PSI અગાઉ તેમના ટપોરીના સહારે અનેક કેસમાં લોકો પાસેથી કમાણી કરી ચૂક્યા છે. જેમાં ટપોરીને ભાગ પણ આપ્યો હતો. પરંતુ કેટલાક સમયથી ટપોરી જેલમાં બંધ છે. જેથી PSI હવે હિસાબ કરવા અને બીજા કેસની ચર્ચા કરવા જેલમાં જવા લાગ્યા છે. અગાઉ આ PSI પોશ વિસ્તારમાં પોશ ગાડીમાં બેઠક કરતા હતા. ત્યારે પણ ટપોરી તેમની સાથે રહેતો હતો. હવે ટપોરી જેલમાંથી પણ તેમનો સાથ આપી રહ્યો છે. હવે ટપોરી જેલમાં હોવાથી PSIની આવક પર પણ અસર થઈ રહી છે.

દારૂ ભરેલી કારનો પીછો કરી રોકડી કરવાનો પ્લાન અન્ય જિલ્લાના પોલીસ આપ્યો
અમદાવાદ શહેર ફરતે આવેલો એસપી રિંગ રોડ અવારનવાર દારૂની ગાડીઓને લઈ જવા માટે સિલ્ક રૂટ બન્યો છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ શહેર પોલીસની હદમાં આવેલા પોલીસ સ્ટેશન જે રિંગ રોડને અડીને આવેલા છે ત્યાં પોસ્ટિંગ માટે પીઆઇ ધમ પછાડા કરતા હોય છે. પરંતુ હવે એક નવી રમત શરૂ થઈ છે તેમાં પણ ખાસ કરીને રિંગ રોડની ફરતે દારૂની ગાડીઓ જાય છે જેને પોલીસ અથવા પોલીસના માણસો ટીપ આપીને તે ગાડીનું લોકેશન અથવા તેની વિગત મેળવે છે. પછી આ ગાડીનો ખાનગી લોકો અને કેટલાક બેઈમાન પોલીસ કર્મચારીઓ પીછો કરે છે. જે ગાડી પકડવા માટે નહીં પણ પકડાઈ જાય તો દારૂ લઈ લેવાનો અને રોકડી અલગ તે પ્રમાણે ખેલ શરૂ થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બોપલ રિંગ રોડ પર થયેલા અકસ્માતમાં પણ કેટલાક બેઈમાન પોલીસ કર્મચારી અને ખાનગી માણસ ફોર્ચ્યુનરનો પીછો કરતા હતા. પરંતુ હવે આ સમગ્ર પ્રકરણની ઇન્કવાયરી અટકી ગઈ છે અને કદાચ આરોપીઓને ક્લીન ચીટ મળી જાય તેવી પણ શક્યતા છે, પરંતુ આખું રેકેટ હાલ પોલીસબેડામાં ચર્ચામાં છે અને પોલીસ પાસે આવા કેટલાક ચર્ચાતા નામ પણ છે.

રથયાત્રામાં પોતાની ડ્યુટી છોડી એક પોલીસકર્મી સાહેબની સેવામાં વ્યસ્ત હતો
રથયાત્રામાં એક પોલીસકર્મીની નોકરી અન્ય પોલીસ સ્ટેશનમાં હતી. અહીંયા સંવેદનશીલ જગ્યા પર હોવા છતાં સાહેબના વ્હાલા થવા અને પોતાના સાહેબને સાચવવા પોલીસકર્મી રથયાત્રામાં પોતાની નોકરી મૂકીને સાહેબ સાથે ફરતા હતા. પોતાની નોકરી હોવા છતાં પોતાની ફરજનું સ્થળ છોડીને આ પોલીસકર્મી સાહેબની સેવામાં લાગ્યો હતો. રથયાત્રામાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જ પોલીસકર્મી આંટાફેરા કરી સાહેબની આગળ પાછળ ફરી રહ્યો હતો છતાં કોઈ અધિકારીએ ધ્યાન આપ્યું નહોતું. અગાઉ વિવાદમાં આવવાને કારણે જ આ પોલીસકર્મીને અધિકારીએ ધમકાવ્યો પણ હતો. નંદીના નામથી ઓળખાતા આ પોલીસકર્મી સાંજ પડતા જ એક નોંનવેજના તવાની નજીક આવેલી ચોકીમાં જઈને બેસે છે અને સાહેબી ઠોકે છે.

અમદાવાદ-ગાંધીનગર હદમાં એક પોલીસકર્મીએ દારૂ-જુગારનું સામ્રાજ્ય ઊંભુ કર્યું
અમદાવાદમાં ગુનેગારો તો ઠીક પણ પોલીસ પણ એવા કામ કરતી થઈ ગઈ છે જાણે તેને કોઈ ઉપરીનો ડર રહ્યો નથી. તાજેતરમાં એક પોલીસકર્મીને પોતાની ગતિવિધિના કારણે કે કંપનીમાં મૂકી દેવામાં આવ્યો તેમ છતાં તે સહેજ પણ સુધર્યો નહીં અને હવે તેણે ખાસ કરીને અમદાવાદ-ગાંધીનગરની હદ પર આવેલા એક પોલીસ સ્ટેશનનો કારોબાર સંભાળ્યો છે. ઝાડી ઝાંખરા વચ્ચે ચાલતા દારૂ-જુગારના અડ્ડા પર આ પોલીસ કર્મચારીએ સામ્રાજ્ય ઊંભુ કર્યું છે. બોર્ડર પર આવેલા એક સર્કલ નજીક તે પોતાની કારમાં બેઠો બેઠો રોજના દારૂ-જુગારના રૂપિયાનો હિસાબ કિતાબ કરે છે. અને ચોંકાવનારી બાબત એ છે કે, આ વાતની જાણ ઉપર સુધી હોવા છતાં અન્ય લોકોની જેમ તેને જિલ્લા બહાર કરવાનો નિર્ણય કરવામાં કેમ નથી આવ્યો તે પણ ચર્ચામાં છે.

એક પોલીસકર્મીએ પૂર્વમાં 5 અને પશ્ચિમમાં 6 ગુનેગારને ગુનો કરવા પરવાનો આપ્યો
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રાતોરાત પાંચ ગુનેગારો સાથે મિટિંગ કરીને દિવ્ય દૃષ્ટિ ધરાવતા એક પોલીસ કર્મચારીએ પાંચ ગુનેગારોને ગુનો કરવાનો પરવાનો આપી દીધો છે. તેની સાથે અહીંયા એક મોરલો પણ છે જે અવારનવાર પોતાના પંખ ફેલાવે છે અને તેમાં પીછાની જગ્યાએ પૈસા ભેગા કરીને જતો રહે છે. એટલું જ નહીં આ પોલીસ કર્મચારી અહીંયાથી આગળ વધીને પશ્ચિમમાં પણ એક પીઆઇને કશું નહીં બોલવાની સૂચના આપી બીજા 6 ગુનેગારો પાસેથી મળતા હિસાબનો આંકડો સાહેબને બતાવી દીધો છે. આ પીઆઇ આમ પણ ગુનેગારો પાસે કરતબ કરાવવા જાણીતો છે. એટલે હવે તે બીજા પણ દિવ્ય નજર રાખવા તૈયાર થઈ ગયા છે. આ દિવ્ય દૃષ્ટિ હવે પોલીસ કમિશનર કચેરી પહોંચી છે. જ્યાં પ્રથમ માળે બેસતા એક પીઆઇ માટે ઘરના શાકભાજી સહિતની સેવા પૂરી પાડે છે.

એક એજન્સીના ખાસ ખાનગી વ્યક્તિએ ગુજરાતમાં પાયલોટિંગ શરૂ કર્યું
એક એજન્સીનો ખાસ ખાનગી વ્યક્તિ જે અગાઉ ગાડીઓના કટિંગને લઈને વિવાદમાં આવ્યો હતો, પરંતુ એજન્સીના કારણે તે બચી ગયો હતો તે વ્યક્તિ હવે મહત્વના રેન્જની જવાબદારી લીધી છે. આ ખાનગી વ્યક્તિએ ગુજરાતમાં પાયલોટિંગ શરૂ કર્યું છે. આ ખાનગી વ્યક્તિ એક IPS અધિકારીનો પણ ખાસ છે તેના કારણે જ તેને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આ વ્યક્તિ દ્વારા 400 જેટલી દારૂની પેટીનું કટિંગ કરવામાં મહત્વનો રોલ છે.

પોલીસકર્મી હાજર ન હોવા છતાં આ ખાનગી વ્યક્તિઓ વાહનો ટોઇંગ કરે છે
અમદાવાદના હાઈવે પર એક ટ્રાફિક પોલીસ સ્ટેશનના માણસો દ્વારા હાઈવે પરથી વાહનો ટોઇંગ કરવામાં આવે છે. ત્યાર બાદ ખાનગી વ્યક્તિઓના હવાલે કામગીરી સોંપવામાં આપી દેવામાં આવે છે. ટોઇંગ વાનમાં બેઠેલા વ્યક્તિઓ જ એકબીજાને પોલીસ કર્મચારીઓ કહીંને વાતચીત કરે છે. જેમાં મસમોટી દંડની રકમ જણાવવામાં આવે છે અને રકમ ના આપીવ હોય તો સેટલમેન્ટ અંગેની વાતચીત કરવામાં આવે છે. પોલીસકર્મીઓ હાજર ન હોવા છતાં આ ખાનગી વ્યક્તિઓ જ એક ગાર્ડન પાસે આવેલું ટોઇંગ સ્ટેશન સંભાળે છે. પોલીસ કર્મચારીઓથી લઈને ટ્રાફિકના અધિકારીઓ વાકેફ છે કારણ કે, આ ખાનગી વ્યક્તિઓનું કહેવું છે કે, ઉપરના અધિકારીઓ સુધી હિસ્સો જાય છે.

બિલ્ડરનો ખેલ પાડવા ગયેલી પોલીસે નિટના પુસ્તકોના નામે 2 લાખ પડાવી લીધા
અમદાવાદના કોટ વિસ્તારમાં પોલીસનો રોકડી કરવાનો નવો ખેલ સામે આવ્યો છે. બે હોમગાર્ડ મારફતે પોલીસ સ્ટેશનના ખેલાડીઓ કન્સ્ટ્રક્શન સાઈટ ગેરકાયદે છે તેમ કહીને પોલીસે ડોક્યુમેન્ટ માગ્યા તો મકાન માલિકે રજા ચિઠ્ઠી બાતવી હવે પોલીસે કીધું કંઈ તો કરવું પડશે. એટલે તેમમે વેપારીની પુસ્તકની દુકાનમાં નિટના પુસ્તક જોયા અને સાથે લઈ ગયા. આખરે આ પુસ્તક બાબતે કરાવીને ખેલાડીઓએ 5 લાખની શરૂઆત કરી અને 2 લાખમાં સેટલમેન્ટ થયું હોવાનું ચર્ચામાં છે.Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!