GUJARAT

ભાસ્કર એક્સક્લુઝિવ: દમણગંગા નદીના પાણી મરાઠવાડાની તરસ છીપાવશે‎ – Vapi News

મહારાષ્ટ્ર સરકાર દ્વારા તાજેતરમાં દમણગંગા, વૈતરણા અને ગોદાવરી નદી લિંક પ્રોજેક્ટ માટે કટિબદ્ધતા દર્શાવી છે. ત્રણ નદીને જોડીને મહારાષ્ટ્રના મરાઠાવાડામાં પાણીની તંગીનો પ્રશ્ન ઉકેલવાના પ્રયાસો હાથ ધરાયા છે. આ માટે મહારાષ્ટ્ર સરકાર ત્રણ નદીના લિંકઅપ પ્રો

.

ત્રણ નદીના જોડાણના પગલે લોકોમાં વાપી અને સંઘપ્રદેશમાં પાણીની તકલીફ ઊભી થશે તેવી ચર્ચાઓ ચાલી હતી, પરંતુ ડેમના અધિકારીઓના મતે આ મંજૂરી મળે તો દમણગંગા નદીનું પાણી મહારાષ્ટ્રના મરાઠવાડા સુધી પહોચશે. આ અંગે મધુબન ડેમના અધિકારીઓના મતે ડેમમાં ચોમાસા દરમિયાન સ્ટોરેજના અભાવે 50 ટકા પાણી સંગ્રહ થતું નથી.આમ છતાં ઉનાળામાં પાણીની તંગી ઊભી થતી નથી.

આ રીતે મહારાષ્ટ્રમાં પાણી પહોંચાડાશે
દમણગંગા નદી નાસિક જિલ્લાના ડિંડોલી તાલુકાના અંબેગાંવ નજીક સહ્યાદ્રી પર્વતમાળામાંથી નીકળે છે અને તે દમણના અરબી સમુદ્રમાં મળે છે. દમણગંગાનદીની કુલ લંબાઈ 131 કિમી. છે તે પૈકી 90 કિ.મી.થી વધુ વિસ્તાર મહારાષ્ટ્રમાં આવેલો છે જયારે શેષ 40 કિ.મી. પૈકી લગભગ 20 કિ.મી. દાનહ અને 20 કિ.મી. જેટલો વિસ્તાર ગુજરાત રાજ્યમાં આવેલો છે. ગુજરાત સરકારે સંઘપ્રદેશ દાનહ અને દમણ મહારાષ્ટ્ર સરકાર દુકાળગ્રસ્ત મરાઠવાડા વિસ્તારનું પાણીની અછતનું કલંક ભૂંસવા દમણગંગા, વૈતરણા અને ગોદાવરી નદીનું જોડાણ કરવામાં આવશે.

પાણીનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે
મહારાષ્ટ્રના ઉપરવાસમાં આ યોજના બની રહી છે, પરંંતુ મધુબન ડેમમાં પાણીની સ્ટોરેજની ક્ષમતા ઓછી છે. ચોમાસામાં 50 ટકા પાણી સંગ્રહ થતું નથી. આમ છતાં પાણી ઘટવાનો પ્રશ્ન ઊભો થતો નથી. જેથી વાપી અને સંઘપ્રદેશમાં રાબેતા મુજબ પાણીનો જથ્થો મળી રહેશે. પાણી ઘટી જવાની વાત ખોટી છે. > એસ.એન.પટેલ, ડીએમએન ,મધુબમ ડેમ અધિકારી

અગાઉ યોજના પડી ભાંગી, ફરી પ્રયાસો
ભાગીદારીમાં મધુબન ડેમ બનાવ્યો હતો ત્યારે મહારાષ્ટ્ર રાજ્યને ડેમમાંથી 15 ટકા પાણી આપવાની શરત હતી, પરંતુ મહારાષ્ટ્ર રાજ્યએ તે પાણી અત્યાર સુધી લીધું ન હતું. જો કે 5 વર્ષ અગાઉ પીજરત યોજના મારફતે તે મુંબઈ લઈ જવાની યોજના બનાવી હતી પરંતુ તે યોજના પડતી મુકી હતી. હાલ નાસિક જિલ્લાના પશ્ચિમમાં આવેલી નદીઓ મારફત મરાઠવાડા વિસ્તારને પાણી પૂરું પાડી તેના દુકાળગ્રસ્ત અભિશાપને નાબૂદ કરવાની કટિબદ્ધતા દર્શાવી છે. આ યોજના અંતર્ગત દમણગંગા,વૈતરણા અને ગોદાવરી નદીને જોડી પાણી મરાઠવાડા મોકલાવવા અંગે ટેક્નીકલ પ્રસ્તાવ રાજ્ય સ્તરીય સમિતિને મોકલાયો છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!