GUJARAT

આવતીકાલથી સ્કૂલો શરૂ: અમદાવાદમાં RTO અને પોલીસ સ્કૂલ વાહનોની સરપ્રાઈઝ ચેકિંગ કરશે, બાળક અકસ્માત કરે તો વાહન માલિકને 3 વર્ષની સજા: DCP – Ahmedabad News


આવતીકાલથી રાજ્યભરમાં સ્કૂલો શરૂ થવાની છે, ત્યારે રાજકોટ અગ્નિકાંડને ધ્યાનમાં અમદાવાદમાં કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે પહેલાથી જ સાવધાની રૂપે અમદાવાદના શ્યામાપ્રસાદ મુખર્જી હોલ પર સલામત શાળા અભિયાન યોજાયું હતું. જેમાં સ્કૂલ સંચાલકો, ફાયર સેફ્ટી, RTO

.

બાળકોની સલામતી માટે અભિયાન

સ્કૂલ શરૂ થતાં કઈ બાબતની કાળજી રાખવી
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળા સલામતી અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં DEO રોહિત ચૌધરી, ટ્રાફિક ડીસીપી સફિન હસન, ARTO જે.જે પટેલ, ફાયર ઓફિસર ઓમ જાડેજા અને શહેરની 1500 જેટલા સ્કૂલ સંચાલકો અને આચાર્ય હાજર રહ્યા હતા. આ અભિયાનમાં તમામ વિભાગના અધિકારીઓએ સંચાલકોને સૂચના આપી હતી. બાળક સ્કૂલ વાહન સુધી પહોંચે ત્યાંથી લઈ સ્કૂલમાં અભ્યાસ કરે અને પરત ફરે ત્યાં સુધી સ્કૂલ, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓએ ફાયર સેફ્ટી, રોડ અકસ્માત સહિતના મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત નિયમોનું કડકપણે પાલન કરાવવા સૂચના આપવામાં આવી છે. RTO દ્વારા આવતીકાલથી સ્કૂલવર્ધીના વાહનોમાં તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા સોમવારથી ડ્રાઇવ યોજવામાં આવશે.

શાળા સલામતી અભિયાનમાં 1500થી સ્કૂલના આચાર્ય હાજર

શાળા સલામતી અભિયાનમાં 1500થી સ્કૂલના આચાર્ય હાજર

ગેરકાયદે પાલન કરનાર સામે કડક કાર્યવાહી
ટ્રાફિક ડીસીપી સફિન હસને જણાવ્યું હતું કે, બાળકો RTO માન્ય વાહનોમાં સ્કૂલે પહોંચે તે જરૂરી છે. ફાયર સેફ્ટી, નિયત કરેલ ઝડપે સ્કૂલ બસ ચલાવવી પડશે. 16થી વધુ ઉંમરના બાળકો ગિયર વિનાના વાહન ચલાવે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. ગિયર વાળા વાહનો ચલાવવા 18 વર્ષથી વધારે ઉંમર હોવી જરૂરી છે. લાયસન્સ વગર બાળક વાહન ચલાવશે તો દંડ કરવામાં આવશે. બાળકો અકસ્માત કરે તો જેના નામે વાહન હશે તેને 25 હજારનો દંડ અને ત્રણ વર્ષની સજા થશે.

સ્કૂલ વાહનોનું સરપ્રાઈઝ ચેકિંગ થશે

સ્કૂલ વાહનોનું સરપ્રાઈઝ ચેકિંગ થશે

ચાલુ વાહને મોબાઈલ ઉપયોગ કરનારની ખેર નહીં
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી જે.જે પટેલે જણાવ્યું હતું કે, સ્કૂલ વાન અને રીક્ષાનું રજીસ્ટ્રેશન ચાલુ છે. 800 જેટલી વાનની રજિસ્ટ્રેશન થયું છે. રોજની 40 એપ્લિકેશન આવી રહી છે. તમામ સંચાલકોને સૂચના આપવામાં એવી છે કે સ્કૂલ વર્ધીમાં ચાલતા વાહનોને ફરજીયાત મંજૂરી લેવડાવવામાં આવે. કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવાનો પ્રશ્ન નથી. સોમવારથી ટ્રાફિક પોલીસ સરપ્રાઇઝ ચેકિંગ કરશે. ચાલુ વાહને પણ મોબાઇલનો ઉપયોગ કરનાર સામે કાર્યવાહી કરાશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!