વિવાદાસ્પદ દરખાસ્ત મંજૂર: AMCમાં ઈન હાઉસ સોફ્ટવેર ડેવલપમેન્ટ કરવા માટે ખાનગી પ્રોજેક્ટ મેનેજરનો પગાર મ્યુનિ. કમિશનર કરતાં પણ વધુ આપશે, 15 કરોડની દરખાસ્ત મંજૂર – Ahmedabad News
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેકનોલોજીના નામે કરોડો રૂપિયાના કામો મંજૂર કરવામાં આવતા હોય છે, જેમાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ઈ-ગવર્નન્સ વિભાગ દ્વારા AMCના વિવિધ પ્રકારનાં કામો માટે ઇનહાઉસ (ઇ-ગવર્નન્સ ખાતામાં) સોફ્ટવેર ડેવલપ કરવા માટે ખાનગી એજ
.
ઇનહાઉસ સોફ્ટવેર ડેવલોપ કરવાની દરખાસ્ત તૈયાર કરી
મળતી માહિતી મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ પ્રકારની કામગીરી માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં અનેક સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. ઇ-ગવર્નન્સ ખાતા દ્વારા ખાનગી એજન્સી પાસે સોફ્ટવેર ડેવલોપ કરાવીને ખરીદવા કે ભાડે લેવામાં જાતજાતની મુશ્કેલી પડે છે. એવા કારણો આગળ ધરીને ઇ-ગવર્નન્સ ખાતામાં જ એટલે કે ઇનહાઉસ સોફ્ટવેર ડેવલોપ કરવાની દરખાસ્ત તૈયાર કરી તેના માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા.
કુલ 15 કરોડથી વધુ રૂપિયા ચૂકવી દેવાશે
જેમાં એક એજન્સીને દર વર્ષે 3.40 કરોડ રૂપિયા ચૂકવીને તેની પાસેથી કમ્પ્યુટર, સોફ્ટવેર અને હાર્ડવેર નિષ્ણાત કર્મચારીઓને ભાડે મેળવવામાં આવશે તેવી જોગવાઇ કરવામાં આવી છે. આ એજન્સીને સીધુ 5 વર્ષનુ કામ પધરાવવામાં આવ્યુ છે અને તેને કુલ 15 કરોડથી વધુ રૂપિયા ચૂકવી દેવાશે. ઈ-ગવર્નન્સ વિભાગના અધિકારીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોને સારા-સારા સપના દેખાડીને કોન્ટ્રાક્ટર એજન્સીના બે અધિકારીઓના પગાર મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ વધારે કંપનીએ મૂક્યા છે. ભાજપ શાસકોએ પણ અધિકારીઓએ સમજાવ્યું તેમ માની લઇને દરખાસ્ત મંજૂર કરી આપી છે.
64 સિવિક સેન્ટર ચલાવવા 8.43 કરોડની જંગી રકમ ચૂકવાશે
આ સિવાય મ્યુનિ. ઇ-ગવર્નન્સ ખાતાએ 48 વોર્ડ અને ઝોનલ કચેરીઓ વગેરે જગ્યાએ આવેલાં 64 સિવિક સેન્ટર ચલાવવા માટે જરૂરી કર્મચારી પૂરા પાડવા એરન લિમિટેડ નામની એજન્સીને બે વર્ષનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત પણ સ્ટે.કમિટીમાં મંજૂર કરાવી લીધી છે. 64 સિવિક સેન્ટર ચલાવવા માટે એરન લિમિટેડને વર્ષે 8.43 કરોડની જંગી રકમ ચૂકવવામાં આવશે તે જોતાં બે વર્ષનાં GST સાથે કુલ 18 કરોડ રૂપિયા ચૂકવી દેવાશે.