GUJARAT

બે બાળકને રમતાં રમતાં ‘રામ’ દેખાયા!: સોસાયટીમાં રમી રહેલાં બાળકો પર ચાલકે કાર ચડાવી દીધી, બૂમાબૂમ થતાં માતા દોડી આવી, સુરતની ઘટનાના શોકિંગ CCTV – Surat News


સુરતમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેને રામ રાખે તેને કોણ ચાખે તેવી ઘટના બની છે. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા રોયલ રેસિડેન્સીમાં એક કારચાલકે બે રમી રહેલાં બાળકોને કચડ્યાં હતાં. બાળકોએ બૂમાબૂમ કરતા કારચાલક તુરંત કારમાંથી બહા

.

કાર ઉપર ચડતાં બાળકોએ બૂમાબૂમ કરી
મળતી માહિતી પ્રમાણે, પર્વત પાટિયા વિસ્તારમાં રોયલ રેસિડેન્સી આવેલી છે. જેમાં બે દિવસ પહેલાં સોસાયટીમાં જ બે બાળકો રમી રહ્યાં હતાં. દરમિયાન એક યુવક પાર્ક કરેલી પોતાની કાર લઈને જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન કારચાલકને સોસાયટીના રસ્તા પર રમી રહેલાં બે બાળકો નજરે ન ચડતાં તેના પર કાર ચડાવી દીધી હતી. બૂમાબૂમ થતા કારચાલક બહાર નીકળ્યો હતો.

રોયલ રેસિડેન્સીમાં બે બાળક પર કાર ચડી ગઈ હતી.

મહિલાએ નાના બાળકને બહાર કાઢ્યું
કારચાલક દ્વારા બાળકોને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં કારના આગળના ભાગેથી મોટા બાળકને કાઢવામાં સફળતા મળી હતી. તો બીજી તરફ બૂમાબૂમ સાંભળીને દોડી આવેલી માતાએ કાર નીચેથી નાના બાળકને બહાર કાઢ્યું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. આ ઘટનામાં બંને બાળકોનો આબાદ બચાવ થયો હતો.

એક બાળકને કારચાલકે બહાર કાઢ્યું હતું.

એક બાળકને કારચાલકે બહાર કાઢ્યું હતું.

બાળકોને એકલાં મૂકવાં જોખમી
વાલીઓ પોતાનાં બાળકોને રેઢાં મુકી દેતા બાળકો દુર્ઘટનાનો ભોગ બન્યાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ગતરોજ (28 જૂન) નવસારીના બીલીમોરામાં છ વર્ષની બાળકી ગટરમાં પડી ગઈ હતી અને ગરકાવ થઈ ગઈ હતી. પરિવારે શોધખોળ દરમિયાન નજીકમાં લાગેલા સીસીટીવી ચેક કરતા બાળકી તંત્રએ ખુલ્લી રાખેલી ગટરમાં પડી હોવાનું સામે આવ્યું હતું. 20 કલાકથી વધુની શોધખોળ બાદ આખરે માસૂમનો મૃતદેહ હાથે લાગ્યો હતો.

દોડી આવેલી મહિલાએ નાના બાળકને કાર નીચેથી બહાર કાઢ્યું હતું.

દોડી આવેલી મહિલાએ નાના બાળકને કાર નીચેથી બહાર કાઢ્યું હતું.

ચોમાસામાં જીવ-જંતુનું ખાસ ધ્યાન રાખવું
આજથી બાર દિવસ પહેલાં રાજકોટના શિલ્પન ઓનિક્સ એપાર્ટમેન્ટમાં પણ આવી જ ઘટના ઘટી હતી. જેમાં ત્યાં રહેતા અને ચોકીદારી કરતા નેપાળી પરિવારની બે 3-3 વર્ષની બાળકી રમતાં-રમતાં સ્વિમિંગ પૂલમાં પડી ગઈ હતી. જેમાં બન્ને માસુમોને કોઈ બચાવે તે પહેલાં જ ડૂબી જતાં બન્નેનું મોત નીપજ્યું હતું. આ પ્રકારની ઘટના વાલીઓ માટે લાલબત્તી સમાન છે. પોતાનાં બાળકોને જોખમી જગ્યા પર એકલાં ન મુકવાં જોઈએ. હાલમાં ચોમાસાની સિઝનમાં જીવ-જંતુથી બાળકને ખાસ બચાવવું જોઈએ. આ સાથે જ વરસાદી પાણી ભરાતી જગ્યા પર બાળકો ન જાય તેની ખાસ તકેદારી રાખવી જોઈએ.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!