GUJARAT

ભાસ્કર એકસકલુઝિવ: 957 મિલકતો સીલ કરી દેતા ફાયર NOCની અરજીમાં 13 ગણો વધારો, પહેલાં 1 આવતી હવે રોજ 13 આવે છે – Surat News

રાજકોટની ઘટના બાદ શહેરમાં બીયુ અને ફાયર NOC વિના ચાલતા ગેમઝોન, સ્કૂલો, કાપડ માર્કેટો સહિતની મિલકતો સીલ કરી દેવાઈ છે, જેના કારણે લોકોના ધંધા-રોજગાર ઠપ થઈ ગયા છે. લોકો સીલ ખોલવા આજીજી કરી રહ્યા છે. સાથે જ નવી ફાયર NOC મેળવવા દોડધામ કરી રહ્યા છે. છેલ્લા

.

BUC ન હોવાથી મિલેનિયમ-2ની 623 દુકાનો સીલ

બીયુ ન હોવાથી લિંબાયત ઝોને શનિવારે મિલેનિયમ-2 માર્કેટ સીલ કરી હતી, જેમાં 623 દુકાનો છે. 29 મેના રોજ પણ સીલિંગ કાર્યવાહી થઈ હતી, પરંતુ કોઈ કારણોસર દુકાનો ફરી ખોલવામાં આવી હતી.

NOC રિન્યૂ ન હોય તેવી મિલકતોના સીલ ખોલાઈ રહ્યાં છે

હાલમાં બીયુ હોય પણ ફાયર NOC રિન્યુ ન હોય તેવી મિલકતોના સીલ ખોલાઈ રહ્યાં છે. અઠવામાં સૌથી વધુ ગેમ ઝોન સીલ કરાયા છે. મોટાભાગના સીલિંગ પણ અહીં જ થયાં છે. જેથી અત્યાર સુધીમાં નવી ફાયર NOC માટે સૌથી વધુ 32 અરજી પણ અઠવાાં જ આવી છે.

અનેક વિનંતી છતાં NOC મેળવી નહીં, હવે દોડધામ

ફાયર વિભાગ અને ફોસ્ટાએ કાપડ માર્કેટ એસોસિએશનને સતત પત્રો લખીને ફાયર NOC લેવા, સમયસર રિન્યૂ કરવા કહ્યું હતું. જ્યારે પણ વિભાગ કાર્યવાહી કરે ત્યારે એફિડેવિટ કરી અપાય છે, પરંતુ NOC લેવાતી નથી. હવે મામલો હાઈકોર્ટમાં પહોંચતા પાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી છે. જેથી કાપડ વેપારીઓ NOC મેળવવા માટે દોડધામ કરી રહ્યા છે.

નવી ફાયર એનઓસી માટે ઝોનવાઇઝ મળેલી અરજી

ઝોન અરજી

રાંદેર 24

ઉધના એ-બી 15

અઠવા 32

લિંબાયત 14

વરાછા એ-બી 30

મધ્ય 18

કતારગામ 17

કુલ 151

નોંધ: કુલ 181 અરજી મળી છે

આગ બાદ ચૌટાનું દલાલ ચેમ્બર પણ સીલ કરાયું

શુક્રવારે ચૌટાબજારના દલાલ ચેમ્બરમાં એક્રેલિક સામાનના લીધે આગ રૌદ્ર બની હતી. અહીં 32 દુકાનો છતાં ફાયર સેફટીની વ્યવસ્થા ન હોવાનું તપાસમાં સામે આવતાં તમામ દુકાનો સીલ કરાઈ હતું. ઘટના બાદ દોડતાં થઈ ગયેલા પાલિકાના ફાયર વિભાગે સતત ભીડથી વ્યસ્ત રહેતાં ચૌટા બજારમાં પણ ફાયર NOCની તપાસ સઘન બનાવી હતી. આ ઉપરાંત દોઢ વર્ષમાં મિલેનિયમ-2ને 5 વખત જરૂરી ફાયર સેફટી વ્યવસ્થા ઊભી કરવા વિભાગ દ્વારા નોટિસ અપાઇ હતી, છતાં વૅન્ટિલેશન અને ઇલેક્ટ્રિકલ સંબંધિત ક્ષતિઓને દૂર ન કરાતાં પાલિકાએ માર્કેટની ફાયર NOCનું રિન્યૂઅલ રદ્દ કરી બિલ્ડિંગની 623 દુકાનો સામે સીલ કાર્યવાહી કરી હતી. તાજેતરમાં 7મી જુન-2024ના રોજ પણ માર્કેટ બિલ્ડિંગમાં આગ લાગી હતી.

32 દુકાનો હોવા છતાં ફાયર સેફટીની વ્યવસ્થા ન હોવાનું તપાસમાં સામે આવ્યું

કતારગામમાં 17 અને રાંદેર ઝોનમાંથી પણ 24 અરજીઓ કરાઇ

250 શૈક્ષણિક સંસ્થા, 170થી વધુ હોસ્પિટલ હજુ પણ સીલ

બીયુ અને ફાયર NOCના અભાવે કે રિન્યુઅલ ન થતાં 250 શૈક્ષણિક સંસ્થા, 170થી વધુ હોસ્પિટલ, 10 કાપડ માર્કેટ સહિત 860થી વધુ મિલકતો હજુ પણ સીલ છે. શનિવારે 7 માર્કેટ સહિત 16 મિલકતો સીલ કરાઈ હતી. જેમાં BU છે પરંતુ ફાયર NOC રિન્યુ કરાવ્યું નથી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!