GUJARAT

તસ્કરો CCTVમાં કેદ: ગાંધીનગરના શેરથામાં નિવૃત સમાજ કલ્યાણ અધિકારીના ફાર્મ હાઉસમાં તસ્કરો ત્રાટક્યા, દોઢ લાખ રોકડા ચોરીને ફરાર – Gandhinagar News

ગાંધીનગરના શેરથા કસ્તુરીનગર ટાઉનશીપના બસ સ્ટોપ પાસે આવેલ સમાજ કલ્યાણ વિભાગના નિવૃત નાયબ નિયામકનાં અર્જુન કરણ નામના ફાર્મ હાઉસમાં ત્રાટકેલા તસ્કરો ડાઇનીંગ હોલમા પડેલ થેલામાંથી દોઢ લાખની રોકડ ચોરીને ફરાર થઈ જતાં અડાલજ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના

.

ગાંધીનગરના શેરથા કસ્તુરીનગર ટાઉનશીપના બસ સ્ટોપ પાસે અર્જુન કરણ ફાર્મ હાઉસમાં સમાજ કલ્યાણ વિભાગમાંથી નિવૃત થયેલ દેવેન્દ્રભાઇ હીરાભાઇ દેસાઇ રહે છે. જ્યારે તેમનો પરિવાર સોલા ખાતે રહે છે. નિવૃત અધિકારી દેસાઈના ફાર્મ હાઉસમાં પાંચ રૂમ અને એક ડાઇનીંગ હોલ તથા એક રસોડું છે. ગત તા. 9 મી જુલાઈની રાત્રે દેવેન્દ્રભાઇ જમી પરવારીને દસેક વાગે સૂઇ ગયા હતા. ત્યાર બીજા દિવસે તેમની પત્નીની તબિયત સારી નહીં હોવાથી તેઓ વહેલી સવારે ઉતાવળમાં ફાર્મ હાઉસેથી અમદાવાદ જવા નીકળી ગયા હતા. બાદમાં પત્નીની સારવાર કરાવીને સાંજના સમયે દેવેન્દ્રભાઇ ફાર્મ હાઉસ પર પરત આવ્યા હતા.

ત્યારે ફાર્મ હાઉસના બે બેડરૂમમાંનો સામાન વેર વિખેર પડેલ જોઈને ચોંકી ઉઠયા હતા. જ્યારે ડાઇનીંગ ટેબલ ઉપર પડેલ બેગની અંદરના કપડા તથા બીજો સામાન વેર વિખેર હાલતમાં પડ્યો હતો. જેથી તેમણે તપાસ કરતા બંને બેડરૂમમાંથી કોઈ ચીજ વસ્તુ ચોરાઈ ન હતી. પરંતુ ડાઇનિંગ ટેબલ પર રાખેલ બેગમાંથી રૂ. 1.50 લાખ રોકડા ચોરાઈ ગયાનું માલુમ પડયું હતું.

બાદમાં તેમણે ટેક્નિશિયનને બોલાવી ફાર્મ હાઉસનાં સીસીટીવી કેમેરા ચેક કરતાં ગત. તા. 9 મી જુલાઈની રાત્રિના આશરે પોણા અગીયાર વાગ્યાના અરસામાં બે અજાણ્યા ઈસમો ફાર્મ હાઉસના પાછળના ભાગે શકરાજી ઠાકોરના ઘર તરફથી ફાર્મનો વરંડો કુદીને અંદર ઘુસ્યા હોવાનું જોવા મળ્યું હતું. આ બંને ઈસમો ફાર્મ હાઉસના ગૌશાળા નજીકની ઓસરીની ખુલ્લી રહી ગયેલી જાળી માંથી ફાર્મ હાઉસમાં પ્રવેશ્યા હતા. અને રાત્રિના આશરે બારેક વાગ્યાના અરસામાં પરત જતા સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજનાં આધારે વધુ તપાસ હાથ ધરી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!