GUJARAT

ભાસ્કર એકસકલુઝિવ: 6 વર્ષમાં ગુજરાતના 96 ભ્રષ્ટ સરકારી બાબુઓની 172.24 કરોડની અપ્રમાણસર મિલકતો પકડાઈ – Ahmedabad News

સરકારી બાબુઓ ભ્રષ્ટાચારના પૈસામાંથી જમીન, મકાન, દુકાન, ફાર્મ હાઉસ, દાગીના, શેર માર્કેટમાં રોકાણ, ફિકસ ડિપોઝીટ, પોસ્ટ, એનએસસી સહિતમાં રોકાણ કરતા હોય છે. સરકારી બાબુઓ ચાલુ નોકરી દરમિયાન ભ્રષ્ટાચારના પૈસામાંથી આવી મિકલતોમાં રોકાણ પરિવાર – કુટુંબના સભ્યો

.

એસીબીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જે પણ સરકારી બાબુ લાંચ લેતા પકડાય છે. તેની અપ્રમાણસર મિલકતોની તપાસ કરવામાં આવે છે. નાના ગામડામાં ફરજ બજાવતા સરકારી બાબુઓએ અપ્રમાણસર મિલકત વસાવી હોય તો તેની પણ માહિતી એકત્રિત કરાય છે. જે પણ સરકારી બાબુ વિશે એસીબીને માહિતી મળે તેના આધારે તેમના અને પરિવારના સભ્યોના નામની મિલકતોની ગુપ્ત રીતે તપાસ કરવામાં આવે છે. આવક કરતાં વધારે પ્રમાણમાં મિલકત મળે તો અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવે છે. તેમાં પણ સુરત તક્ષશિલા અગ્નિકાંડ અને રાજકોટનો ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં ફાયર બ્રિગેડના 4 અધિકારી સામે અપ્રમાણસર મિલકતના કેસ કરવામાં આવ્યા છે.

રાજકોટના ડે. ફાયર ઓફિસરની પણ ધરપકડ

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ કરવામાં આવી હતી. જેમાં રાજકોટ ના ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ જીવાભાઈ ઠેબા પાસેથી રૂ.79.94 લાખની અપ્રમાણસર મિલકતો મળી આવતા એસીબી એ તેમની વિરુદ્ધ ગુનો નોંધી તેમની પણ ધરપકડ કરી હતી.

લાંગા પાસેથી 11 કરોડની અપ્રમાણસર મિલકત મળી

નિવૃત્ત આઈએએસ અને ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ.કે.લાંગા વિરુદ્ધ ખેતીની જમીન બિન ખેતીમાં તબદીલ કરવા અંગે ગાંધીનગરમાં 3 પોલીસ ફરિયાદ થઈ હતી. જેના આધારે એસીબીએ તેમની મિલકતોની તપાસ કરતા તેમની પાસેથી રૂ.11.64 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી હતી.

2021માં સૌથી વધારે 38 અધિકારી પકડાયા

વર્ષ કેસ રકમ
2018 12 3.49 કરોડ
2019 18 27.80 કરોડ
2020 38 50.11 કરોડ
2021 11 56.61 કરોડ
2022 5 4.42 કરોડ
2023 9 8.53 કરોડ
2024 3 21.14 કરોડ
(આજ દિન સુધીમાં)
કુલ 96 172.24 કરોડ

અધિકારીઓનું જમીન, ફાર્મ હાઉસ, દાગીના, શેર માર્કેટમાં રોકાણ વધારે

ACBએ કેર પ્રોજેકટ શરૂ કર્યો | એસીબીમાં જે પણ લોકો ભ્રષ્ટ સરકારી બાબુઓ વિરુદ્ધ ફરિયાદ કરે છે, ત્યારબાદ તે વ્યકિત સરકારી કચેરીમાં કામ માટે જાય તો તેનું કામ થાય છે કે નહીં? તેમજ ફરિયાદીને કોઈ ધમકી આપવામાં આવી છે કે નહીં? તેવી બાબતોની ખરાઈ કરવા માટે એસીબીના ડાયરેકટર શમશેરસિંઘે કેર પ્રોગ્રામ શરૂ કરાવ્યો છે. આ પ્રોજેક્ટથી ફરિયાદીને રક્ષણ પણ પૂરું પાડવામાં આવે છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!