GUJARAT

​​​​​​​સોનાનો ઘડો કાઢી આપવાનું કહી દુષ્કર્મ આચર્યું: રાજકોટમાં નણંદ-ભોજાઈએ 45 કિલો સોનું અને 15 કરોડની લાલચે વિધિના 1.16 લાખ આપી દીધા; પાખંડી કોડીનારથી ઝડપાયો – Rajkot News


વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં આજે પણ લોકો અંધશ્રદ્ધાનો ભોગ બની રહ્યા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. આવો જ વધુ એક અંધશ્રદ્ધાનો બનાવ રાજકોટ શહેરમાં પ્રકાશમાં આવ્યો છે. શહેરના કોઠારિયા વિસ્તારમાં રહેતા સેલ્સમેનની પત્ની અને નણંદને રાજસ્થાનન

.

જમીન અંદરથી 45 કિલો સોનું હોવાનું કહી લાલચમાં લીધા
ફરિયાદી પરિણીતાના સાસુ બે માસ પૂર્વે માંગરોળ રહેતા સંબંધીના ઘરે ગયાં હતાં. ત્યારે સંબંધીએ તેના ઘરે રાજસ્થાનના એક ગુરુજી આવ્યા હોવાનું જણાવ્યું હતું. બાદમાં ગુરુજી નામનો શખસ રાજકોટ આવ્યો હોવાની ફરિયાદી પરિણીતાનાં સાસુને જાણ થતાં ઘરે બોલાવ્યા હતા. એમાં 13 મે, 2024ના રોજ રાત્રિના સાડાત્રણ વાગ્યાના અરસામાં ગુરુજી ઘરમાં પગલાં પાડવા આવ્યો હતો. ઘરમાં આવીને તેણે કહ્યું હતું કે ‘ઈસકે અંદર 45 કિલો સોના નીકલેગા’. ત્યાર બાદ પરિણીતા પાસેથી બે લીંબુ મગાવ્યા. એ લીંબુ આખા શરીરે તેને અડાડી તેને ડસ્ટબિનમાં ફેંકવા માટે જણાવ્યું હતું.

આરોપી ગુરુજી.

15 કરોડ રૂપિયા બનાવી આપવાનું કહી 70 હજાર પડાવ્યા
આ સાથે જ પરિણીતાની નણંદને ‘હું તમને 15 કરોડ રૂપિયા બનાવી આપીશ’ એમ કહી તેના માટે તમારે મને 70 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવા પડશે, એમ કહી સ્કેનર બતાવ્યું હતું, જેથી પરિણીતાની નણંદે 70,000 ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા તેમજ બે દિવસ બાદ ફરીથી ગુરુજી જણાવતાં નણંદે 10,000 ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે પરિણીતા દ્વારા 36,000 રોકડ આપવામાં આવી હતી. બાદમાં ગુરુજી ઘરે આવ્યો હતો અને વિધિ કરવાના બહાને પરિણીતાને રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે સામે આવ્યું છે. આ સાથે ઘરમાં એક જગ્યાએ ખાડો ખોદાવી એમાં ચૂંદડી, શ્રીફળ, કાળા દોરા, લીંબુ સહિતની વસ્તુઓ દટાવી જતો રહ્યો હતો.

વિધિના નામે દાટેલી વસ્તુઓ પોલીસે બહાર કાઢી.

વિધિના નામે દાટેલી વસ્તુઓ પોલીસે બહાર કાઢી.

પાખંડીએ પરિણીતાને આંખો બંધ કરી નીચે બેસી જવા જણાવ્યું
બે દિવસ બાદ ગુરુજી ફરી વખત પરિણીતાના ઘરે આવ્યો હતો. એ સમયે પરિણીતાનાં સાસુ, પતિ સહિતની વ્યક્તિઓ ઓસરીમાં બેઠાં હતાં. ત્યારે ગુરુજી પરિણીતાને તેના રૂમમાં લઈ ગયો હતો અને આંખો બંધ કરીને નીચે બેસી જવા જણાવ્યું હતું તેમજ ‘બાબા આ રહે હૈ’ એમ બોલી પરિણીતાની છાતી પર અને પેટ પર હાથ ફેરવવા લાગ્યો હતો. એ બાદ તેનાં કપડાં ઉતારી નાખવાનું કહેતાં પરિણીતાએ પોતાનાં કપડાં પણ ઉતારી નાખ્યાં હતાં. ત્યાર બાદ આખા શરીરે અડધા કલાક સુધી હાથ ફેરવ્યો હતો અને કહ્યું હતું કે ‘અભિ શક્તિ નહીં મિલ રહી હૈ’ એમ કહી પાખંડી ગુરુ ત્યાંથી જતો રહ્યો હતો.

સોનાનો ઘડો કાઢી આપવાનું કહી પૈસા લઈ પાખંડી ગુરુજી ફરાર.

સોનાનો ઘડો કાઢી આપવાનું કહી પૈસા લઈ પાખંડી ગુરુજી ફરાર.

વિધિનું કહી પરિણીતાનાં કપડા કઢાવ્યાં
બે-ત્રણ દિવસ પછી ગુરુજી પરત ઘરે આવ્યો હતો અને ત્યાર બાદ મકાનમાંથી સોનું કઢાવી દઈશ, એ પ્રકારની લાલચ આપી પહેરેલાં તમામ કપડાં પરિણીતાનાં કઢાવી નાખ્યાં હતાં તેમજ આખા શરીરે હાથ પણ ફેરવ્યો હતો. પાખંડી દ્વારા આવું 6 વખત કરવામાં આવ્યું હતું. ગત 4 જૂન 2024ના રોજ પાખંડી ગુરુ પરિણીતાના ઘરે આવ્યો હતો અને પતિ-પત્ની પાસે વિધિ પણ કરાવી હતી. એ બાદ ખાડો ખોદાવી એમાં ચૂંદડી, નાળિયેર, હળદર, અગરબત્તી સહિતની વસ્તુ દાટી વિધિ પણ કરાવી હતી તેમજ કહ્યું હતું કે આમાંથી સોનું ભરેલો ઘડો નીકળશે, જે આવતીકાલે શુદ્ધ થઈ જશે, ત્યાર બાદ આપણે કાઢી લઈશું

પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી.

પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી.

પરિણીતાને રૂમમાં લઈ જઈ પાન ખવડાવ્યું
બાદમાં પાખંડી ગુરુજી પરિણીતાને તેના રૂમમાં લઈ ગયો હતો અને તેના પતિને બહાર જવાનું કહીને રૂમની તમામ લાઈટ બંધ કરી દીધી હતી. ત્યાર બાદ પરિણીતાને તેનાં તમામ કપડાં ઉતારી દેવાનું કહી તેના આખા શરીરને હાથ ફેરવ્યો હતો. એ બાદ તેને એક પાન ખવડાવી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. ત્યાર બાદ પરિણીતા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો. આ પછી પરિણીતાને ગુરુજીએ કહ્યું હતું કે હું આવતીકાલે સોનાનો ઘડો કાઢી આપીશ, એમ કહીને જતો રહ્યો હતો.

આર.એસ.બારીઆ, એસીપી, રાજકોટ.

આર.એસ.બારીઆ, એસીપી, રાજકોટ.

પોલીસે આરોપીને કોડીનારથી ઝડપ્યો
બીજા દિવસે સવારે ફોન કરી પરિણીતાના પતિને આ ખાડો બૂરી દેવાનું જણાવી મોબાઈલ બંધ કરી ફરાર થયો હતો. બાદમાં પરિણીતા સહિત પરિવારને હકીકતની જાણ થતાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનોં નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન મૂળ બિહારનો અને હાલ રાજસ્થાનના જયપુર ખાતે રહેતો ભુષણપ્રસાદ રાજદેવપ્રસાદ સૈની નામના પ્રૌઢને કોડીનાર ખાતેથી ઝડપી લઈ ભક્તિનગર પોલીસે આઇપીસી 376, 377, 354, 354 (A), 508, 406, 420 સહિતની કલમ હેઠળ ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!