GUJARAT

પ્રથમ વરસાદે જ પાલિકાની પોલ ખુલી: અડધો ઇંચ વરસાદમાં જ બારડોલીના 3 માર્ગો પર પાણી ભરાયાં‎ – Bardoli News


બારડોલી નગરમાં રાત્રીના સમયે માત્ર અડધો ઇંચ વરસાદમાં જ નગરના ચાર સ્થળે રસ્તામાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે થોડા સમય માટે અવર જવર પણ બંધ થઈ હતી. રાત્રે પાણી ભરાયેલ સ્થળે જવાબદાર કોઈ ન હોવાથી સ્થાનિકોએ વાહન ચાલકોને ડાઈવર્જન માટે સૂચિત કરતા જોવા મળ્ય

.

તલાવડી, શામરિયામોરા, આરટીઓ, હુડકો સહિતના વિસ્તારના રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. પાલિકાની બેદરકારીના કારણે જ પહેલા વરસાદની શરૂઆતમાં જ પાલિકાની પ્રિમોનસુન કામગીરીની પોલ ખુલી હતી. બારડોલી આરટીઓ ઓફિસ પાસે પણ રાજ્ય ધોરીમાર્ગ પર ડીવાઈડર અને સ્પિડબ્રેકર હોય, દર વર્ષે વરસાદી પાણીનો ભરાવો થતો હોય છે. વરસાદી પાણીની લાઇનની ચેમ્બર થકી પાણીનો નિકાલ થતો હોય, જે અંગે પાલિકાના જવાબદારો પરિચિત હોવા છતાં, સમયસર સફાઈ કરવામાં નિષ્ક્રિય રહેતા હોય છે. આ વખત પણ એજ ભૂલના કારણે વરસાદી પાણીનો ભરાવો થઈ જતાં મુશ્કેલી ભોગવી પડી હતી.

તલાવડી માર્ગ પર માટીના ઢગલા ન હટતા મોકાણ
તલાવડી વિસ્તારમાં રાજ્યધોરી માર્ગ પર પાણીના ભરવા અંગે જાણ છતાં નિકાલ માટે કોઈ કામગીરી કરી ન હતી. જે અંગે દિવ્યભાસ્કરે તસવીર સાથે અહેવાલ પણ પ્રસિદ્ધ કર્યો, પરંતુ રાત્રે જ વરસાદ આવતા પાલિકાની પોલ ખુલી પડી હતી. એક તરફ ડીવાઈડર, બીજી તરફ માટીના ઢગલા હોય, પાણી ભરાઈ જતાં, સ્થાનિક યુવકો આખર વાહન ચાલકોને અકસ્માતથી બચાવવા ટ્રેક બંધ કરીને દિશા સૂચન માટે ઊભા રહી ગયા હતા ને વહીવટીતંત્ર ઊંઘતું જ રહ્યું હતું.

તલાવડીના માટીના ઢગલા ખસેડીને પાણીનો નિકાલ કરાયો છે. વધુમાં વરસાદી પાણીની લાઈનની સફાઈ પણ કરવામાં આવી છે. થોડું અંતર લાઈન કરવાનું બાકી હોય, તાત્કાલિક નવી લાઈનનુ કામ પણ ચાલુ કરાવ્યું છે. શામરીયા મોરા વિસ્તારમાં ખાડીનું થોડું કામ બાકી હોય, ઝડપી પૂર્ણ કરીને પાણીનો નિકાલ માટેની કામગીરી સવારથી એજન્સી પાસે કરાવાઇ રહી છે. જ્યારે આરટીઓ નજીક વરસાદી પાણીની ચેમ્બર હોય, સફાઈ કરવાની બાકી હોવાથી ભરાવો થયો હતો, જે પણ સાફ કરતા નિકાલ કર્યો છે.> સુમિત ગાવિત , એન્જિનિયર નગરપાલિકા બારડોલી

શામરિયા મોરામાં માતોનો ચોક પાણીથી ઘેરાયો
શામરિયામોરા ખાડીનું બોક્સ ડ્રેઈનનું કામ અધૂરું હોય, ખાડીમાં નહેરનું પાણી આવતા જ બેક થઈને રસ્તા પર વહેતું હોય, છતાં ચોમાસુને ધ્યાનમાં રાખી કામ ઝડપી પૂરું કરાવવામાં જવાબદારો બેજવાબદાર સાબિત થયા છે. પાણીનું ડાઈવર્ઝન માટે લાઈન કરી હોય, કામ પૂરું નહી થતાં હજુ પાણી અવરોધ સાથે વહેતું હોવાથી સમસ્યા થઈ રહી છે. હજુ પણ પાલિકાના અધિકારી અને પદાધિકારીઓ જાગશે નહી તો, આ વિસ્તારમાં ચોમાસું સીઝનમાં ખૂબ ખરાબ સ્થિતિ થશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!