GUJARAT

બામણબોરમાં કરોડોની ખનીજ ચોરી મામલે તંત્ર નિંદ્રામાં!: ભાજપ અને વહીવટીતંત્રની મીઠી નજર હેઠળ ખુલ્લેઆમ ચોરીના આક્ષેપ, 2018થી અત્યાર સુધીના ગૂગલ મેપનો સર્વે કરવા કોંગ્રેસની માગ – Rajkot News


રાજકોટનાં બામણબોરમાં છેલ્લા 6 વર્ષથી મોટા પાયે ખનીજ ચોરી થતી હોવા છતાં કલેકટર પ્રભવ જોષી ઘોર નિંદ્રામાં હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યા છે. કોંગ્રેસ આગેવાન ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, બામણબોરમાં ખુલ્લેઆમ ચોરી મામલે ખાણ ખનીજ વિભાગને 2 દિવસ પહેલા

.

ગૂગલ મેપ

કરોડો રૂપિયાની ખનીજ સંપત્તિની ચોરી
રજૂઆત પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજકોટના બામણબોરમાં આવેલી સરકારી ખરાબાઓ, વીડીઓ તેમજ માયનોર ફોરેસ્ટ સહિતના વિસ્તારોમાં સરકારની કોઈપણ પ્રકારની મંજૂરી વગર ખનીજ માફિયાઓ દ્વારા સતત મહિનાઓ સુધી મશીનરીનો ઉપયોગ કરી મોટા પાયે ખનન કરી કુદરતી સરકારની માલિકીની કરોડો રૂપિયાની ખનીજ સંપતિની ચોરી કરવામાં આવી અને રાજયનું ખાણ ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં સુતું રહ્યું અને આવડી મોટી ખનીજ ચોરીથી ઈરાદાપૂર્વક અજાણ રહ્યું છે, ત્યારે તાત્કાલિક ધોરણે નીચેના પ્રશ્નો બાબતે પગલાંઓ ભરવા અમારી રજૂઆત છે.

બામણબોર વિસ્તાર

બામણબોર વિસ્તાર

કોંગ્રેસની રજૂઆત

  • પ્રથમ તો આ આખા વિસ્તારને સીલ કરી ખનીજ સંપતીની ચોરીનો સર્વે કરી ચોરી થયેલી સંપતીનું મૂલ્યાંકન કરી ખનીજ સંપતીનાં ચોરીનો આંકડો જાહેર કરી પોલીસ ફરિયાદ કરવામાં આવે. આ વિસ્તારમાં ફરજ બજાવતા ખાણ ખનીજ અધિકારીનો/કર્મચારીનો તેમની ફરજ બેદરકારી સબબ ખુલાસો પુછી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ વીજીલન્સ ફલાઈંગ સ્કોડની ફરજ બાબત પણ ખુલાસો પુછી કાર્યવાહી કરવામાં આવે.
  • આ અમારી રજુઆતને રેકર્ડ ઉપર લઈ ફરીયાદવાળી જગ્યાનો વર્ષ 2018થી આજદિન સુધી વર્ષ વાઇઝ ગુગલ મેપ મેળવી તેના આધારે કાર્યવાહી કરવામાં આવે
  • ગેરકાયદેસર ખનનની પ્રવૃતિ ઘણાં સમયથી ચાલતી હોવા છતાં આ વિસ્તારના મામલતદાર કે સર્કલ તલાટી દ્વારા આપના વિસ્તારમાં આવી પ્રવૃત્તિ અંગે કોઈ જાણકારી લેખીતમાં આપવામાં આવી હતી કે કેમ? તેની તપાસ કરી તેમની સામે પણ તેમની ફરજ બેદરકારી સબબ પગલાંઓ ભરવામાં આવે.
  • આ સમગ્ર પ્રકરણની જવાબદારી જે તે વિભાગના અધિકારીની નક્કી કરી તેમની સામે આકરા પગલાંઓ ભરી નાણાની વસુલાત કરવામાં આવે.
કોંગ્રેસે કલેક્ટરને રજૂઆત કરી

કોંગ્રેસે કલેક્ટરને રજૂઆત કરી



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!