લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
—
વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ વતન દેવરાજીયામાં મતદાન કર્યુ
અમરેલી તા.૦૭ મે, ૨૦૨૪ (મંગળવાર) ૧૪-અમરેલી લોકસભાની સામાન્ય ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થયું હતું. મંગળવારે યોજાયેલી મતદાન પ્રક્રિયા અંતર્ગત અમરેલી-વડિયા-કુંકાવાવના મતવિસ્તારના ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ સહ પરિવાર અમરેલી તાલુકાના વતન દેવરાજીયા ખાતે મતદાન કર્યુ હતું અને નાગરિકોને મતદાન કરવાનો સંદેશો આપ્યો હતો.