GUJARAT

યુવતીને બચાવવા જીવ સટોસટનો જંગ, VIDEO: અમદાવાદમાં ફાયર જવાન બિલ્ડિંગના 5મા માળેથી દોરડું બાંધી ઉતર્યો, ચોથા માળેથી કૂદવા જતી યુવતીને બચાવી – Ahmedabad News


જીવન કિમતી છે, માણસને ઈશ્વરે મહામૂલી જિંદગી આપી છે. ત્યારે નાસીપાસ થયેલા ક્યારેક ખોટા પગલાં ભરતાં હોય છે. આવું કરતાં રોકવા માટે એવા લોકોનું કાઉન્સેલિંગ જરૂરી છે. જોકે, તેનાથી પણ વધારે જ્યારે કોઈ આવું પગલું ભરતું હોય તેને રોકી લેવું જરૂરી છે. અમદાવાદન

.

ફોરેનમાં લોકોને રેસ્ક્યૂ ટીમ બચાવે તેમ અમદાવાદમાં પ્રયાસ
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વટવા રોપડા રોડ પર આવેલા એક ફ્લેટના ચોથા માળે આત્મહત્યા માટે બાલ્કનીમાં બેઠેલી યુવતીને અમદાવાદ ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમ દ્વારા બચાવવામાં આવી છે. વિદેશમાં બાલકનીમાં ઉભેલા લોકોને જે રીતે રેસ્ક્યૂ કરવામાં આવે છે, તેમ પાંચમા માળેથી એક ફાયર બ્રિગેડનો જવાન શરીર પર દોરડું બાંધી નીચે ઉતર્યો હતો. ચોથા માળ પાસે જઈને સીધી યુવતીને પકડીને બાલ્કનીમાં અંદર ખેંચી ગયો હતો, જેથી યુવતીનો જીવ બચી ગયો હતો. યુવતી માનસિક રીતે તણાવમાં હતી. જેના કારણે આ પગલું ભરવા જઇ રહી હતી. જોકે, ફાયર બ્રિગેડની સમય સૂચકતા અને રેસ્ક્યૂ ટીમ દ્વારા યુવતીનો જીવ બચી લીધો છે અને તેને હાલ પોલીસને સોંપવામાં આવી છે.

એક જવાને દોરડું પકડી રાખ્યું હતું અને બીજા ઉપરથી ઉતરી યુવતીને બચાવી

સવા પાંચે ફાયરને જાણ કરાતાં રેસ્ક્યૂ ટીમ પહોંચી
ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ સાંજે 5.14 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, વટવા- રોપડા રોડ ઉપર આવેલા એક ફ્લેટના ચોથા માળે એક યુવતી આત્મહત્યા કરવા માટે બાલ્કનીમાં બેસી ગઈ હતી. જેના પગલે અમદાવાદ ફાયર બ્રિગેડના અસલાલી અને મણીનગર ફાયર સ્ટેશનની રેસ્ક્યૂ ટીમો તાત્કાલિક રવાના કરવામાં આવી હતી.

ફ્લેટ નીચે સ્થાનિકોની મદદથી સેફ્ટી જાળી રખાઈ
ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા બાદ યુવતીને બચાવવાના પ્રયાસ શરૂ કરાયા હતા. ફાયર બ્રિગેડની ટીમે સ્થાનિકોની મદદથી નીચે સેફ્ટી જાળી રાખી અને ઉભી હતી. ગમે ત્યારે યુવતી નીચે કૂદી શકે તેવી પરિસ્થિતિમાં હોવાથી નીચે સેફ્ટી જાળી રાખી હતી. યુવતીને વાતચીતમાં રાખવામાં આવી હતી. બીજી તરફ યુવતીને બચાવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. યુવતીનો જીવ બચાવવા માટે અસલાલી અને મણીનગર ફાયરબ્રિગેડના જવાન જયેશ મકવાણા અને સુરેન્દ્રસિંહ સિસોદિયા બંને ઉપર ગયા હતા. જેમાં જયેશ મકવાણાએ કમર પર દોરડું બાંધી અને પાંચમા માળેથી ચોથા માળ તરફ યુવતી નજીક ગયા હતા. જ્યારે સુરેન્દ્રસિંહ સિસોદિયા યુવતીના ઘરમાં બાલ્કનીની બાજુમાં છુપાઈને ગયા હતા, જેથી તરત જ નીચે આવતા બંનેને પકડી શકાય.

યુવતીની 108ની ટીમે પ્રાથમિક સારવાર કરી હતી

યુવતીની 108ની ટીમે પ્રાથમિક સારવાર કરી હતી

બે ફાયર જવાને યુવતીને બચાવી લીધી
પાંચમા માળેથી યુવતી ને બચાવવા માટે જયેશ મકવાણા નીચે આવ્યા હતા અને તરત જ યુવતીનું ધ્યાન ન પડે તેમ તેને પકડીને સીધી અંદર લઈ ગયા હતા, જેથી તરત જ યુવતીને છુપાઈને રહેલા સુરેન્દ્રસિંહે પકડી લીધી હતી અને તેનો જીવ બચી ગયો હતો. ફાયર બ્રિગેડના બંને જવાનો દ્વારા જીવના જોખમે સમય સૂચકતા તેમજ કુશળતા વાપરીને તેનો જીવ બચાવ્યો હતો.

માનસિક તણાવમાં રહેતી યુવતીએ કોઈ ગોળી ખાધી હતી
ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, યુવતી છેલ્લા કેટલાક સમયથી માનસિક તાણ અનુભવતી હતી અને તેને કોઈ ગોળી પણ ખાધી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પણ પહોંચી ગઈ હતી અને યુવતીને પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

ફ્લેટ નીચે લોકો જાળી પકડીને ઊભા રહ્યા હતા

ફ્લેટ નીચે લોકો જાળી પકડીને ઊભા રહ્યા હતા



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!