GUJARAT

સાસરિયાનો ત્રાસ: તુ અમારા સમાજને લાયક નથી, જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ભાવનગરની પરિણિતાને સાસરિયાઓએ પુત્ર સાથે ઘરમાંથી કાઢી મૂકી – Rajkot News

હાલ ભાવનગર રહેતી પરિણિતાએ મુંજકા રહેતા પતિ સહિતના 11 શખસો સામે શારીરિક-માનસિક ત્રાસ અને મારામારી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. સાસરિયાઓ વારંવાર તુ અમારા સમાજને લાયક નથી અને મારામારી કરી ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી છુટાછેડા લેવા માટે દબાણ કરતા હોવ

.

યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ભાવનગરમાં માર્કેટીંગ યાર્ડની પાછળ રહેતા રાધિકાબેન ઉર્ફે નિર્મળાબેન રણજીત મૈયડ (ઉ.વ.32)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તેના પિતા રણજીત બીજલ મૈયડ તેમજ તેનો ભાઈ કરણ, માતા-પિતા, ભાભી-ભાભી, બેનાબેન, તેનો દિકરો વિજય, રાજ, સ્નેહલબેન મહીપત, સંતોષબેન, અરુણાબેન પરેશ ખીમાણીયાના નામ આપતા યુનિવર્સિટી પોલીસે 498એ, 323 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

છુટાછેડા આપવાની ના પાડતા ત્રાસ ગુજાર્યો
ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે હાલ માતા-પિતાના ઘરે 10 વર્ષના પુત્ર સાથે રહે છે. વર્ષ 2014માં રણજીત મૈયડ સાથે કાલાવડમાં પ્રેમલગ્ન કરેલ હતા. 6 મહિના પહેલા તે તેના પતિ સાથે નાણાવટી ચોકમાં આવેલ નાઈન એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતી હતી ત્યારે પતિએ નજીવી બાબતે હેરાન કરી ઝઘડો કરતો અને છુટાછેડા બાબતે દબાણ કરી ઢીકાપાટુનો માર મારેલ હતો. 3 મહિના પહેલા તેનો પતિ ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલ તે બાબતે ગુમનોંધ પણ પોલીસમાં લખાવી હતી. બાદમાં તે પરત આવી કહેલ કે, હું તારી સાથે રહેવા માંગતો નથી. તું મને છુટાછેડા આપી દે. તેથી, તેણે છુટાછેડા આપવાની ના પાડતા શારીરિક અને માનસિક ત્રાસ આપવા લાગેલ હતો.

ચીજવસ્તુઓનો ઘા કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી
આ દરમિયાન મે મહિનામાં તે પુત્ર સાથે માવતરે વેકેશન કરવા ગયેલ અને ત્યાંથી પરત ફરતા તેણીએ ફલેટની ચાવી બાબતે પતિને પૂછતા તેણે કહેલ કે, હવે ફલેટ આપણો નથી. તું ત્યાંથી નીકળી જા. જેથી તેણીએ તેના પતિને ત્યાં આવવાનું કહેતા તેમના મિત્ર કરણ, તેના માતા-પિતા, ભાઈ-ભાભી સહિતના ફલેટ પર આવેલ અને કહેવા લાગેલ કે ફલેટ નં.102 તમારો નથી. હવે તે અમારો છે. તમે અહીથી જતા રહો નહીતર મજા નહી આવે અને રાજકોટમાં દેખાશો તો તને તથા તારા દીકરાને જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપી ફલેટમાંથી ચીજવસ્તુઓનો ઘા કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી અને આહીરના ઘરમાં કોણ બેસવા દે તેમ કહેતા તેમણે 100 નંબર પર ફોન કરેલ ત્યાં તે લોકો નાસી છુટયા હતા.

તુ ફલેટ ખાલી કરીને ચાલી જા
બીજા દિવસે સાંજના સમયે તે ફલેટ પર હતી ત્યારે તેનો પતિ રણજીત તેમજ કરણ, તેના માતા-પિતા, ભાઈ-ભાભી સહિતના લોકો ફલેટ પર આવેલ અને કહેવા લાગેલ કે, તુ ફલેટ ખાલી કરીને ચાલી જા આ ફલેટ તારા પિતાનો નથી તેમ કહી ઝઘડો કરી ફલેટમાંથી કાઢી મુકેલ તેમજ પોલીસની ગાડી આવી જતા તે પોલીસ મથકે નિવેદન માટે ગયેલ હતી અને ત્યાંથી માવતર ભાવનગર જતી રહેલ હતી ત્યાં કોર્ટમાં તેમના પતિ વિરુદ્ધ ભરણ-પોષણનો કેસ દાખલ કરેલ હતો.

તુ અમારા સમાજને લાયક નથી તેમ કહી તગડી મૂકી
અગાઉ તેના પતિ, જેઠ રામજી મૈયડના ઘરે મુંજકા જતા રહેલ હતા ત્યારે તેણી તેને તેડવા માટે ગયેલ ત્યારે જેઠ-જેઠાણીએ ઝઘડો કરી જ્ઞાતિપ્રત્યે હડધૂત કરી તુ અમારા સમાજને લાયક નથી તેમ કહી તગડી મુકેલ હતી. બાદમાં તે તેમના ફઈના ઘરે રોકાયેલ હતી. જયાં તેમના પતિને ઘરે આવવાનું કહેલ તો તેમના ફઈ બેનાબેન, દિકરો વિજય, રાજ, સંતોષબેન કહેવા લાગેલ કે તારા માતા-પિતાએ તને સાચવેલ નહી કહી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ત્યાંથી તગડી મુકેલ હતી.

6 મહિલા સહિત 11 શખ્સો સામે ગુનો નોંધાયો
​​​​​​​5 મહિના પહેલા લગ્નપ્રસંગમાં ગઈ હતી ત્યારે ફઈજી સાસુની દિકરી સ્નેહલબેન તેમજ નણંદ અરૂણાબેને ઝઘડો કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી હતી અને છુટાછેડા લેવા માટે અવારનવાર દબાણ કરતા હતા જેથી કંટાળીને ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે 6 મહિલા સહિત 11 શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!