GUJARAT

ઘેડ પંથકમાં પુરમાં ફસાયેલા બિમાર લોકોનું રેસ્ક્યૂ: પોરબંદરના ચાર વર્ષના બિમાર બાળકને હોડીની મદદથી સારવાર માટે ખસેડાયો – Porbandar News


પોરબંદરના ઘેડ પંથકમાં પુર વચ્ચે ફસાયેલા લોકો ઉપરાંત બિમાર લોકોને રેકસ્યૂ કરવામાં આવી રહ્યા છે. મોકર સાગર વિસ્તારમાં મંદિરના મહંતનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. મંડેર ગામે બિમાર ચાર વર્ષના બાળકોની મદદે NDRFની ટીમ પહોંચી હતી.

.

મોકર સાગર વિસ્તારમાં આવેલા વિદ્યાવાસી માતાજીના મંદીર ફરતે પાણી ફરી વળ્યા હતા. મંદિરના મહંત પાણીમાં ફસાતાં તેમણે તંત્રની મદદ માંગી હતી. આથી એનડીઆરએફ, નવીબંદર મરીન પોલીસ અને ગોસાબારાના જુમાભાઇ મરછીયારના પરિવારના સભ્યો હોડી લઇને મદદે દોડી ગયા હતા અને ધસમસતા પાણી વચ્ચે રેસ્ક્યુૂ કરી અને મહંતને સલામત સ્થળ ખસેડવામાં આવ્યા હતા.

પોરબંદરના ઘેડ પંથકમાં ભારે વરસાદ અને ભાદર અને ઓઝતના પાણી ફરી વળતા લોકોની મુશ્કેલી વધી છે. પાણીમા ફસાયેલા અને બિમાર લોકોના રેસ્ક્યૂની કામગીરી કરવામાં આવી રહી છે. માધવપુરના મંડેર ગામે પુરના પાણી ફરી વળ્યા હતા. તેવા સમયે ચાર વર્ષના એક બાળકને તાવ આવતાં તેની તબિયત લથડી હતી. તેને સારવારની જરૂરિયાત ઉભી થતાં તેમણે તંત્રની મદદ માંગી હતી. આથી અનેડીઆરએફની ટીમ અને માધવપુર પોલીસ પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે હોડીની મદદ લઇ અને મંડેર ગામે પહોંચ્યા હતા. બાળક અને તેમની માતા સાથે સારવાર માટે માધવુપરની હોસ્પસ્ટિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ એક કૂતરાનું પણ સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!