GUJARAT

અકસ્માત: રાણાકંડોરણા નજીક બાઇક ચાલકે આધેડને હડફેટે લીધા – Porbandar News

પોરબંદર રાજકોટ નેશનલ હાઇવે ઉપર રાણા કંડોરણા નજીક હાઇવેની સાઈડ પગપાળા જતા એક આધેડને પાછળથી એક બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આધેડને ઇજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

.

પોરબંદર રાજકોટ નેશનલ હાઇવે ઉપર અવાર નવાર બેફાર્મ બની ચાલતા વાહનચાલકો અકસ્માત સર્જતાં હોવાની ઘટના સામે આવે છે. રાણા કંડોરણા રામદેવપીરના આશ્રમ ખાતે રહેતા નાનજીભાઈ સામતભાઈ પરમાર(ઉ.55) નામના આધેડ રાજકોટ હાઇવે ઉપર પગપાળા જતા હતા ત્યારે પાછળથી એક અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લીધા હતા.આ અકસ્માતમાં આધેડને પગના ભાગે ઇજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ આધેડ પોરબંદર દવા લેવા આવતા હતા તે દરમ્યાન અકસ્માત સર્જાયો હતો.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!