GUJARAT

બાંગલાદેશમાં ગોધરાના વિદ્યાર્થીઓ ફસાયા: બાગ્લાદેશમાં ચાલી રહેલા અનામતના વિરોધને લઈને થયેલા રમખાણોથી પોતાના બાળકોને બચાવવા પરિવારે સરકાર સમક્ષ માગ કરી – panchmahal (Godhra) News


ભારત દેશના પડોશી દેશ બાગ્લાદેશમાં અનામતને લઈને તોફાનો ફાટી નીકળ્યા છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના 20 જેટલા વિદ્યાર્થીઓ બાગ્લાદેશમાં ફસાઈ જતા ગોધરામાં રહેતા પરિવારમાં ચિંતાનું મોજુ ફરેવાઈ ગયું હતું. પરિવારજનો દ્વારા આ મામલે ગુજરાત સરકાર અને ભારત સર

.

ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં રમખાણો ફાટી નીકળતા ગોધરાના શહેરના 20 વિદ્યાર્થીઓ ફસાયાની ઘટનાથી ભારે ચિંતાનું મોજુ પરિવારજનોમાં ફરી વળ્યું છે. ગોધરા શહેરના 20 જેટલા વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસ અર્થે બાંગ્લાદેશમા અભ્યાસ કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં અનામત મુદ્દે ચાલી રહેલા આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કરતા તોફાનો ફાટી નીકળ્યા હતા. ત્યાર બાદ ફાટી નીકળેલી હિંસાબાદ કોલેજ બંધ થતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. 20થી વધુ વિદ્યાર્થીઓ ભારત બાંગ્લાદેશની બોર્ડર પર ફસાયા હોવાની જાણકારી મળી રહી છે. ગોધરા સ્થિત પરિવારજનોએ સરકાર પાસે વિદ્યાર્થીઓને હેમખેમ પરત લાવવા માગ કરી છે.

ગોધરાના વિધાર્થીઓ બાંગ્લાદેશમાં ફસાતા પરિવારજનો ચિંતિત બન્યા છે. એક વિદ્યાર્થીના પિતા લતીફભાઈ ભટુકે જણાવ્યું હતું કે, મારો છોકરો ચિંતાગોમાં ભણે છે. ત્યાં નેટ બંધ કરી દેવામાં આવ્યું છે. થોડા સમય માટે મોબાઈલ પર મારે વાત થઈ હતી પણ અવાજ બરાબર આવતો નથી. સરકાર આ મામલે અમને મદદ કરે તેવી અમારી વિનંતી છે. મુસ્લિમ અગ્રણી અને એડવોકેટ રમજાની જુજુરાએ જણાવ્યું હતું કે, ગોધરા શહેરના 20 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે. જેમ ભારત સરકારે રશિયા-યુક્રેન વખતે જે રીતે મદદ કરી હતી. તે રીતે અમારા વિદ્યાર્થીઓને ભારત સરકાર જલદી લાવા માટે મદદ કરે તેવી અમારી માગ છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!