GUJARAT

માછલી પકડવા ગયો ને કાળનો કોળિયો બન્યો: રાજપીપળા પાસે નદીમાં મગરો યુવકને ખેંચી ગયા, બે કલાકે મૃતદેહ હાથ લાગ્યો, 10 મગરો રેસ્ક્યૂમાં અડચણરૂપ બન્યા – Vadodara News


વડોદરાના રાજપીપળા નજીક ફૂલવાડી ગામ પાસે નદીમાં યુવક માછલી પકડવા ગયો હતો. જો કે, મગરો જડબામાં જકડી તેને નદીમાં લઈ ગયા હતા. મગર માણસને ખેંચી ગયો હોવાનો કોલ વડોદરા ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગને મળ્યો હતો. બાદમાં ઇઆરસી ફાયર સ્ટેશન અને ડભોઈ ફાયર વિભાગની મદદ

.

ફાયર વિભાગને કોલ મળતા જ ટીમ દોડી ગઈ હતી
આ અંગે રેસ્ક્યૂ કામગીરી કરનાર ફાયર વિભાગના જવાન પ્રભાતભાઈ રોહિતે જણાવ્યું હતું કે, ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે, કોઈ વ્યક્તિને મગર પાણીમાં ખેંચી ગયો છે. કોલ મળતાની સાથે જ તાત્કાલિક ફાયરની ટીમ સાથે ડભોઈ ફાયરની મદદ લઈ અમે આ વ્યક્તિની શોધખોળ હાથ ધરી હતી.

રેસ્ક્યૂની કામગીરી ખૂબ જ મુશ્કેલ હતી
વધુમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં અમે ત્યાં પહોંચ્યા ત્યારે 10 મગરો આજુબાજુ ફરતા હતા. ત્યારે અમારી ટીમ માટે રેસ્ક્યૂની કામગીરી ખૂબ જ મુશ્કેલ હતી, આ દરમિયાન અમારી ટીમે એક બોટ નદીમાં અંદર ઉતારી અને ત્યારબાદ બે કલાક સુધી ભારે જહેમત ઉઠાવી વ્યક્તિને બહાર કાઢ્યો હતો. આ યુવકનુ નામ પ્રવીણ દેવજીભાઈ તડવી (ઉં.વ.45) હોવાનું સામે આવ્યું છે. પ્રવીણ ચાણોદ ભાલોદરામાં રહેતો હતો અને માછલી પકડવા ગયો હતો ત્યારે આ ઘટના બની હતી.

ચોમાસાની શરૂઆતમાં જ મગરો બહાર આવવા લાગ્યા
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર વિશ્વામિત્રી નદીકાંઠે વસે છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં મગરો નદીમાં જોવા મળે છે. ત્યારે હાલમાં ચોમાસાની શરૂઆત થતાં જ મગરો બહાર આવા લાગ્યા છે. વન વિભાગ અને રેસ્ક્યૂ ટીમો દ્વારા પકડી સહી સલામત નદીમાં પરત છોડે છે. ત્યારે જો પાણીમાં આ રીતે મગર હોય તો તેની નજીક જવું જીવલેણ સાબિત થઈ શકે છે. જેથી જ્યાં પણ મગરો રહેતા હોય ત્યાં જવું ન જોઈએ.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!