GUJARAT

બાઈક અકસ્માતમાં યુવાનનું મોત: ટંકારાના અમરાપર રોડે ખૂંટીયા સાથે બાઇક આથડાતા યુવાનનું મોત – Morbi News


ટંકારા તાલુકાનાં અમરાપર રોડ ઉપરથી યુવાન બાઇક લઈને જતો હતો. ત્યારે તેના બાઈકની આડે ખૂંટિયા આવ્યો હતો. જેથી કરીને ખૂંટીયા સાથે બાઇક અથડાયું હતું અને અકસ્માતનો બનાવ બનેલ હતો.જેમાં બાઇક લઈને જઇ રહેલા હજનાળી ગામના યુવાનનું મોત નીપજયું છે. જે બનાવની ટંકારા

.

મોરબી જિલ્લાના દરેક વિસ્તારમાં રજડતા ઢોરનો ત્રાસ છે અને અવાર નવાર નાના મોટા અકસ્માતો રઝડતા ઢોરના લીધે થતાં હોય છે. તેવામાં મોરબીના હજનાળી ગામે રહેતો દેવશીભાઈ ઓધવજીભાઈ ધંધુકિયા (35) નામનો યુવાન ટંકારાના અમરાપર રોડ ઉપરથી બાઇક લઈને જઈ રહ્યો હતો. ત્યારે તેના બાઈક આડે ખુટિયો આવ્યો હતો. જેથી કરીને તેની સાથે બાઇક અથડાયું હતું અને અકસ્માત થયો હતો. જે બનાવમાં ગંભીર અકસ્માત થવાથી યુવાનનું મોત નીપજ્યું હતું. જેથી આ યુવાનના મૃતદેહને ટંકારાની હોસ્પિટલે લઈને આવ્યા હતા. આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!