GUJARAT

મોરબી ક્રાઇમ ન્યૂઝ: મોરબીના ત્રાજપરમાં જાહેરમાં જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચની ધરપકડ, વાંકાનેરના સરતાનપર રોડે આવેલા કારખાનાના લેબાર કવાર્ટરમાંથી બેભાન હાલમાં સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત – Morbi News

વૃદ્ધને છરી મારનાર આરોપી જેલહવાલે
​​​​​​​
મોરબીના ભડીયાદ નજીક રહેતા અને ચોકીદાર તરીકે કામ કરતા વૃદ્ધ પોતાની નોકરી પૂરી કરીને પગપાળા પોતાના ઘર તરફ પાછા જઈ રહ્યા હતા. ત્યારે તે વિસ્તારમાં રહેતા એક શખ્સે તેની પાસેથી હાથ ઉછીના રૂપિયા માંગ્યા હતા. જે વૃદ્ધ

.

મોરબીના ભડીયાદ કાંટા પાસે જંગલેશ્વર મહાદેવ મંદિર સામે રહેતા અને ચોકીદાર તરીકે કામ કરતા દેવજીભાઈ છગનભાઈ પરમાર જાતે અનુ. જાતિ (65) એ પ્રભુભાઈ બાબુભાઈ સુરેલા સામે બી ડિવિઝન ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, તેઓ પોતાની ચોકીદાર તરીકેની નોકરી પૂરી કરીને પગપાળા ચાલીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે આરોપી તેને સામે મળ્યો હતો અને તેણે ફરિયાદી વૃદ્ધ પાસેથી હાથ ઉછીના રૂપિયા માંગ્યા હતા.

જોકે, ફરિયાદીએ રૂપિયા આપવાની ના પાડતા આરોપીએ ઉશકેરાઈ જઈને ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. ત્યાર બાદ પોતાની પાસે રહેલ છરી વડે હુમલો કરીને વૃદ્ધને જમણા પડખાના ભાગે છરીનો ઘા માર્યો હતો. જે બનાવ સંદર્ભે વૃદ્ધે નોંધાવેલી ફરિયાદ આધારે પોલીસે એટ્રોસિટી સહિતના ગુનામાં આરોપી પ્રભુભાઈ બાબુભાઈ સુરેલા જાતે કોળી (36) રહે. ભડીયાદ રામાપીરના ઢોરે મોરબી વાળાની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો છે.

ઘૂટું એટ્રોસીટીના ગુનામાં આરોપી સામે કાર્યવાહી
મોરબીના ઘૂટું ગામે આવેલ આંબેડકરનગરમાં રહેતા દેવજીભાઈ માલાભાઈ વોરા જાતે અનુ. જાતિ (60)એ હાલમાં કિશનભાઇ વિનુભાઈ કોળી સામે ફરિયાદ કરી હતી કે, ફરિયાદી તથા સાહેદ ગીતાબેન પોતાના ઘરે હતા. ત્યારે તેના બંને દીકરાઓ એકબીજા સાથે બોલાચાલી કરી રહ્યા હતી જે આરોપીને સારું નહીં લાગતા તે લાકડાનો ધોકો લઈને તેના ઘરે આવ્યા હતા અને તમે કેમ અપશબ્દો બોલો છો તેમ કહીને ફરિયાદીને જેમ ફાવે તેમ અપશબ્દો આપ્યા હતા.

ત્યારે ફરિયાદીએ અપશબ્દો દેવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને આરોપીએ તેના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે ફરિયાદીને ડાબા હાથના બાવળાના ભાગે માર માર્યો હતો તથા ડાબી આંખની પાસે મૂઢ ઇજા કરી હતી અને સાહેદ ગીતાબેનને ધક્કો મારીને નીચે પાડી દેતા તેને નાકના ભાગે ફેક્ચર જેવી ઇજા થઈ હતી. જે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એટ્રોસિટીના ગુનામાં આરોપી કિશોર ઉર્ફે કિશનભાઇ વિનુભાઈ અદગામા જાતે કોળી (29) રહે. ઘૂટું વાળાને પકડીને આગળની કાર્યવાહી કરી હતી.

શંકાને આધારે યુવાનને માર મારનાર બેની ધરપકડ
મોરબીના નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગર વિસ્તારમાં રહેતા યુવાનને “તું અમારી પોલીસને બાતમી આપે છે” તેવું કહીને લાકડી વડે બે શખ્સોએ માર માર્યો હતો અને ફોન ઉપર ધમકી પણ આપી હતી. જેથી યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી છે.

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગર શેરી નં-2 માં રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે માવજીભાઈ પરબતભાઈ ડાંગર જાતે આહિર (40) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સાગર ચાવડા અને રાજદીપ મિયાત્રા રહે. બંને યમુનાનગર મોરબીવાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી. જેમાં જણાવ્યુ હતું કે, બંને આરોપીઓએ તેમની પાસે આવીને “તું અમારી પોલીસને બાતમી આપે છે” તેવું કહીને તેને લાકડી વડે હાથે અને પગે માર માર્યો હતો.

જેથી ફરિયાદીને ફેક્ચર જેવી ઈજા થઈ હતી અને ફરિયાદીને ફોન કરીને ધમકી પણ આપી હતી. જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી સાગર ધીરૂભાઈ ચાવડા જાતે આહિર (28) અને રાજદીપ ઉર્ફે છોટીયો જશાભાઈ મિયાત્રા જાતે આહીર (23) રહે. બંને હાલ યમુનાનગર મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

જાહેરમાં જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચની ધરપકડ
મોરબીના ત્રાજપર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી. જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ચાર મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ મળી આવ્યા હતા. જેથી પોલીસે 11,100ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગ માહિતી ત્યારે મોરબીના ત્રાજપર વિસ્તારમાં છેલ્લી શેરીમાં આવેલા ચોકમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી. જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી જયશ્રીબેન પ્રવીણભાઈ વરાણીયા (35), આશાબેન ગોવિંદભાઈ અદગામા (22), બબ્બીબેન જયંતીભાઈ મકવાણા (59), રુપીબેન રમેશભાઈ વરાણીયા (58) અને સંજયભાઈ સવજીભાઈ કુંવરિયા (30) રહે બધા ત્રાજપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા. જેથી પોલીસે તેની પાસેથી 11,100ની રોકડ કબજે કરી હતી. જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બેભાન થઈ જતાં મહિલાનું મોત
મૂળ ઝારખંડના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ વરમોરા યુનિટ-2ની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા બાલેમાદેવી જગમોહન બીરશાતીયુ જાતે આદીવાસી (24) કોઈ કારણોસર બેભાન થઈ જતા તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની પ્રાથમિક તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એલ.એ. ભરગા દ્વારા કરવામાં આવી હતી

મોરબીમાં બાઇકની ચોરી
મોરબીના નવા સાદુળકા ગામે રહેતા અને ખેતી કામ કરતા પરેશ બાબુલાલ પરેચા (25) નામના યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીમાં પરાબજાર પાસે આવેલ એસબીઆઇ બેન્કની સામેના ભાગમાં ત્રિકોણબાગના પાર્કિંગમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે 36 એએ 4177 પાર્ક કરીને મૂક્યું હતું. જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે. જેથી 50 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની યુવાન દ્વારા મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જાહેરમાં જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચની ધરપકડ



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!