GUJARAT

મોરબી ક્રાઇમ ન્યૂઝ: શહેરમાં ગૌવંશ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરનારા શખસ સામે કાર્યવાહી, માળિયા ફાટક નજીક ફિનાઇલ પી ગયેલો યુવાન સારવાર હેઠળ – Morbi News

રજડતા ખુટીયા ઉપર ધારદાર હથિયાર વડે હુમલો
મોરબીમાં સોની બજાર પાસે આવેલી ગામોટ શેરીમાં રજડતા ખુટીયા ઉપર ધારદાર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેથી કરીને તેને થાપાના ભાગે ઇજા થઈ હતી. જે બનાવ સંદર્ભે ગૌરક્ષક દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને અજાણ્

.

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ બોરીચાવાસમાં રહેતા કમલેશભાઈ ભગવાનજીભાઈ રંજા જાતે બોરીચા (ઉં.29)એ અજાણ્યા શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, મોરબીમાં સોની બજાર ગામોટ શેરી પાસે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ધારદાર હથિયાર વડે રજડતા ખુટીયાને થાપાના ભાગે ગંભીર ઈજા કરવામાં આવી છે. જેથી કરીને ગૌરક્ષક દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. આ ગુનામાં પી.એસ.આઇ. સી.એમ. કરકર અને તેની ટીમે ઇમ્તિયાઝ હમીદભાઈ નાગોરી સિપાહી (હાલ રહે. હસનપર ફાટક પાસે વાંકાનેર મૂળ રહે. મોરબી)ને પકડીને તેની પાસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ફીનાઇલ પી લીધું​​​​​​​
મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા દીપક બચુભાઈ પરમાર (45) નામના યુવાને માળિયા ફાટક નજીક કોઈ કારણોસર ફીનાઇલ પી લીધું હતું. જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી.

મહિલાને માર માર્યો
​​​​​​​મોરબીના નવલખી રોડે લાયન્સનગર વિસ્તારમાં રહેતા અંકિતાબેન અક્ષયભાઈ ચાવડા (23) નામની પરણીતાને તેના ઘરે તેના પતિ, સાસુ અને સસરાએ માર માર્યો હતો. જેથી મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!