GUJARAT

પીટી શિક્ષકે વિદ્યાર્થિનીને સબંધ રાખવા દબાણ કર્યુ: સોશિયલ મીડિયામાં વાત કરવા માટે ફોર્સ કરતા સગીરાએ પરિવારજનોને જાણ કરી, સ્થાનિકોએ શાળામાં તોડફોડ કરી – Mahisagar (Lunavada) News


મહીસાગર વીરપુર તાલુકાના એક ગામે હાઈસ્કૂલના પીટી શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીને સબંધ રાખવા માટે પ્રેસર કરવામાં આવતું હતું. તેમજ સોશિયલ મીડિયા મારફતે વાત કરવા માટે દબાણ કરવામાં આવતું હતું. જેથી વિદ્યાર્થિની ગભરાઈ જતા આ સમગ્ર બાબતે પરિવારજનોને જાણ કરવામાં

.

ટોળાએ શિક્ષકને માર મર્યો
વિદ્યાર્થિનીએ બનાવ અંગેની જાણ પરિવારને કરતા પરિવારજનો હાઇસ્કૂલ ખાતે આચાર્યને રજૂઆત કરવા પહોંચ્યા હતા. તે સમયે સ્થાનિક લોકો દ્વારા સ્કૂલમાં તોડફોડ કરવામાં આવી હતી. જેના વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે લોકોના ટોળે ટોળા સ્કૂલમાં પહોંચ્યા હતા. તો સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ટોળાએ શિક્ષકને પણ માર મર્યો હતો.

પીટી ટીચર પ્રશાંત પટેલને પોલીસ સ્ટેશને લઈ જવાયો.

પીટી ટીચર પ્રશાંત પટેલને પોલીસ સ્ટેશને લઈ જવાયો.

ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
બીજી તરફ પોલીસને બનાવ અંગેની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટોળાને દૂર કર્યા હતા. તો વીડિયોમાં પથ્થરમારો કરતા હોય તેવું પણ લોકો બોલતા સંભાળાય છે. આ બનાવ બન્યો તે સમયે આખાય ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

’16 વર્ષની વિદ્યાર્થિની પર સબંધ રાખવા શિક્ષકે દબાણ કર્યું’: Dy.SP કમેલશ વસાવા
આ સમગ્ર બનાવ અંગે Dy.SP કમેલશ વસાવાએ જણાવ્યું હતું કે, વીરપુર તાલુકાના એક ગામે પીટી ટીચર પ્રશાંત વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા એક 16 વર્ષની વિદ્યાર્થિની પર સબંધ રાખવા માટે પ્રેસર કરવામાં આવતું હતું. તેમજ વિદ્યાર્થિનીને સોશિયલ મીડિયા મારફતે વાત કરવા માટે પણ દબાણ આપવામાં આવતું હતું. જે બાબતે વિદ્યાર્થિનીએ કુટુંબીજનોને જાણ કરતા વિદ્યાર્થિની તેમજ તેના કુટુંબીજનો હાઈસ્કૂલ ખાતે પહોંચ્યા હતા.

Dy.SP કમેલશ વસાવા

Dy.SP કમેલશ વસાવા

શિક્ષક અને સ્કૂલમાં તોડફોડ કરનારા સામે ફરિયાદ નોંધાઈ
પરિવારજનો શાળાએ પહોંચી આચાર્યને રજૂઆત કરી બરાબર આ જ સમયે ગામના અન્ય સ્થાનિક રહીશો દ્વારા સ્કૂલમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ વીરપુર પોલીસને થતાં વીરપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આરોપી શિક્ષક પ્રશાંત પટેલની ધરપકડ કરી અને વિદ્યાર્થિનીના નિવેદન મુજબ BNS 75, 351,(2)(3) પોકસો એક્ટ કલમ,12 મુજબ FIR નોંધી છે અને જે ઈસમો દ્વારા સ્કૂલમાં તોડફોડ કરાઈ છે તે બાબતે આચાર્યના નિવેદન મુજબ ફરિયાદ નોંધી આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!