GUJARAT

ટેન્કરમાંથી મોટી માત્રમાં દારૂ મળ્યો: ગોધરાથી વડોદરા આવી રહેલ ટેન્કરને ગ્રામ્ય LCBએ ઝડપી પાડ્યું; ચાલક સહિત 43 લાખનો મુદ્દામાલ જપ્ત – Vadodara News

વડોદરા શહેર સહિત જિલ્લામાં અવારનવાર ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી રોકવામાં સ્થાનિક પોલીસ નિષ્ફળ રહીં છે. ત્યારે વડોદરા ગ્રામ્ય એલસીબી ટીમે જિલ્લાના ડભોઈ પાસેથી બાતમીના આધારે ગોધરાથી આવતી ટેન્કરને જડપી રૂપિયા 43 લાખથી વધુનો મુદ્દામાલ સાથે એક શ

.

વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું
આ અંગે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ડભોઇ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, એક ટેન્કરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને ગોધરા બાજુથી વડોદરા તરફ આવનાર છે. જે બાતમીનાઆધારે જરોદ રેફરલ ચોકડી ઉપર ગોધરાથી વડોદરા આવતી ટ્રેક ઉપરથી ટેન્કર નંબરમાં વગર પાસપરમિટે ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલો મળી આવ્યો હતો.​​​​​​​

અન્ય આરોપીઓ સામે પણ ગુનો દાખલ
આ કાર્યવાહીમાં ટેન્કરોમાંથી કુલ 8340 બોટલ જની કુલ કિંમત રૂપિયા 33,36,000ના દારૂ સાથે મોબાઈલ, ટેન્કર મળી કુલ રૂપિયા 43,41,000ના મુદામાલ સાથે દીલબાગસિહ હરદીપસિહ ભટ્ટી (સરદાર) રાણીયા રોડ ઝડીવાળી ગળી સીરસા હરીયાણાને જડપી વધૂ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સાથે વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેન્કર આપનાર સોનુ જાંગડા (રહે. ફતીયાદ હરીયાણા) સાથે માલ મંગાવનાર અને તપાસમાં જણાઇ આવતા તેઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે. ​​​​​​​

સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો
ઉલ્લેખનિય છે કે, વડોદરા શહેર જિલ્લામાં દારૂના વેપલા સામે સ્થાનિક પોલીસ જ્યારે નિષ્ક્રિય છે, ત્યારે છેલ્લા ચાર દિવસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ચાર જેટલી રેડો કરી છે. ત્યારબાદ હવે વડોદરા ગ્રામ્ય એલસીબી એક્શનમાં આવી છે અને જિલ્લામાં આવતાં દારૂને રોકવામાં સફળતા મળી છે. ત્યારે હવે વડોદરા શહેર જિલ્લામાં સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!