GUJARAT

વન સપ્તાહની ઉજવણી: આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ચાણસ્મા ખાતે વ્યાખ્યાન, નર્સરીની મુલાકાત અને વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા – Patan News


આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ચાણસ્માના રાષ્ટ્રીય સેવા યોજના અને એન.સી.સી.ના ઉપક્રમે વન સપ્તાહ ઊજવણી અંતર્ગત વ્યાખ્યાન, નર્સરીની મુલાકાત, વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે કાર્યક્રમનું સંચાલન કરતાં સંસ્કૃત વિષયના એસોસિયેટ પ્રોફેસર

.

ભારતીય સંસ્કૃતિએ તો હંમેશાં વૃક્ષ મહિમાનું અમરગાન ગાયું છે. સમગ્ર વિશ્વને શાતા આપનાર અવતારી પુરૂષોનું ઓશીકું પણ વૃક્ષો જ બન્યાં છે. તીર્થંકરોએ સમાસરણમાં આશોકના વૃક્ષની નીચેથી ઉપદેશ આપ્યો હતો. ભગવાન રામે વનવાસ દરમ્યાન પંચવટીમાં પોતાની કુટિયા બાંધી હતી. તો ભગવાન કૃષ્ણ પણ પોતાની બંસરી વગાડવા કદંબના વૃક્ષ નીચે જ બેસતા હતા ને ? તથાગત ભગવાન બુદ્ધે પિંપળાના વૃક્ષ નીચે પલાંઠી લગાડી હતી અને ત્યાં જ તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. કહેવાય છે કે સુંદર છાયાવાળા, રળિયામણી શાખાવાળા અનેક ફળ-ફુલવાળા 30 વૃક્ષો જે કોઈ મનુષ્ય રોપે તે કદી નરકમાં જતો નથી.

બ્રાહ્મણવાડા ખાતે તાલુકા નર્સરીની મુલાકાત લેનાર એન.એસ.એસ. અને એન.સી.સી. વિદ્યાર્થીઓએ તાલુકા વન સંરક્ષક નિખિલભાઈ ચૌધરીએ ગળો, ગુગળ, આમળા, સિંદૂર, ગરમાળો, ચંદન, પિંપળો, સરગવો, અર્જુન, લીમડો, અરડૂસી, ઝીલડો જેવા વૃક્ષોનો પરિચય કરાવીને તેની ઉપયોગિતા જણાવી હતી. કોલેજ કેમ્પસમાં આચાર્ય ડો. વર્ષાબેન સી.પટેલ, એન.એસ.એસ. પ્રોગ્રામ ઑફિસર ડો. જે.વી. પટેલ, એન. સી. સી. લેફ્ટનન્ટ ડો.એચ.એસ.મુળાણી, પ્રા.ડી.વી.પટેલ, પ્રા.વી.વી.ચૌધરી, અધ્યાપકઓ અને વિદ્યાર્થીઓ દ્વારા 200 જેટલા છોડનું રોપણ કરવામાં આવ્યું અને 1 વર્ષ સુધી સાચવણી માટે વિદ્યાર્થીઓને જવાબદારી સોંપી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!