GUJARAT

પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઇ: લૂંણીની પાપડીના ધસમસતા પ્રવાહમાં રાત્રે કાર તણાઇ, મુન્દ્રા મરીન પીએસઆઈએ ગ્રામજનોની મદદથી બચાવ કામગીરી પાર પાડી – Kutch (Bhuj) News


કચ્છમાં ગઈકાલ રાત્રિ સુધી પડેલા સાર્વત્રિક વરસાદથી જિલ્લામાં અનેક સ્થળે જળમગ્નની સ્થિતિ નિર્માણ પામી હતી. ક્યાંક લોકો તો કોઈ સ્થળે અબોલ પશુઓ પાણીના પ્રવાહમાં તણાયા હતા. મુન્દ્રા તાલુકાના લૂંણી પાસેની પાપડી પરની નદી ભારે પ્રવાહથી વહી નીકળતા એક કાર 4થી

.

આ અંગે મુન્દ્રા મરીન પોલીસ મથકના પીએસઆઇ નિર્મલસિંહ જાડેજાનો સંપર્ક સાધતા તેમણે વિગતો આપતા જણાવ્યું હતું કે રાત્રિના 10 વાગ્યા પછીનો સમય હતો, હું દિવસના સમયે બંદોબસ્તમાં રહી ફરજ પૂરી કરી ઘરે પહોંચ્યો હતો, ત્યાં સ્ટાફના લોકોનો ફોન આવ્યો કે લૂંણીની પાપડીમાં એક સેલેરિયો કાર તણાઈ ગઈ છે અને તેમાં પાંચ લોકો સવાર છે, જે હાલ મુસીબતમાં મુકાયા છે.

બનાવનીની જાણ થતાંજ તુરંત સ્ટાફના અનવરભાઈને સાથે લઈ ઘગનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં દૂર અંધારામાં બાવળની ઝાડી વચ્ચે એક કાર દેખાતી હતી અને બચાવો બચાવો ની બુમો સંભળાતી હતી. હાજર સ્થાનિક લોકોએ રસ્સા વડે બચાવના પ્રયાસ કર્યા હતા પરંતુ સફળતા મળી ના હતી. અંતે ફાયર અને એનડીઆરની મદદ લેવાનું વિચાર્યું પણ તે ઉપલબ્ધ ના બનતા આખરે લાઈફ જેકેટ પહેરી કાર સુધી તરીને પહોંચ્યા , ત્યાં રાસ્સો કાર સાથે બાંધી રાત્રીના અંધકારમાં અને જોશભેર વહેતા પાણીના પ્રવાહ વચ્ચે એક બાદ એક એમ પાંચેય વ્યક્તિને અંદાજીત 60થી70 મિટર લાબું અંતર કાપી કિનારે લાવી બચાવી લેવાયા હતા.

જોકે બચાવ કાર્ય એટલું સરળ પણ ના હતું. અંદાજીત 4 થી 5 ફૂટ પાણી વચ્ચે કાર ઉપર બેઠેલા લોકોને સ્થિર બેસી રહેવું સૂચના આપી હતી અને ઉપલબ્ધ લાઈફ જેકેટ આપી હતી. જો બાવળની ઝાડીના ટેકે અટકેલી કાર સંતુલન ગુમાવે તો વહેતા પ્રવાહમાં તમામ લોકો તણાઈ જવાની પુરી સંભાવના હતી. સદભાગ્યે વરસાદ પણ બંધ રહી જતા બચાવમાં ફાયદો મળ્યો હતો આખરે સૌ કોઈના સાથ સહકાર થી પાંચ જિંદગી બચી જતા ઉપસ્થિત દરેકના જીવમાં જીવ આવ્યો હતો.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!