GUJARAT

ધર્મધ્વજા આરોહણ કાર્યકમ: કલોલ તાલુકાના ડિંગુચા ગામે શ્રી કષ્ટભંજન હનુમાન મંદિરનો ધર્મધજા આરોહણ કાર્યક્રમ યોજાયો – kalol News


શ્રી રામજી મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ ડીંગુચા તેમજ સમસ્ત ડીંગુચાના સયુકત ઉપક્રમેઆજ રોજ કલોલ તાલુકાના ડીંગુચા ગામે નવ નિર્માણ પામેલ શ્રી કષ્ટ ભંજન હનુમાનજી મંદિરની ધર્મધ્વજા આરોહણ કાર્યકમ પૂર્વ હિંદુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ડીંગુચા ગામે યોજાયો હતો.

.

નવ નિર્માણ પામેલા શ્રી ક્સ્ષ્ટ ભંજન હનુમાનજી મંદિરની ધર્મધ્વજા આરોહણ પૂર્વ સ્થાનેથી ડીજે સાથે ભવ્ય વરઘોડો કાઢી ધર્મ ધ્વજાના યજમાનના જડીબેન શંકરભાઈ પટેલના નિવાસ સ્થાનેથી નીકળી ગામના જાહેર માર્ગો પર ફરી હનુમાનજી મંદિરે પહોંચ્યો હતો .

નવ નિર્માણ પામેલ શ્રી ક્સ્ષ્ટ ભંજન હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 7થી 9 નવેમ્બર 2024ના રોજ યોજાશે .તે પૂર્વ હનુમાનજી મંદિરની સામે 12.39 કલાકે ધ્વજા આરોહણ કરવામાં કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા આ કાર્યકમમાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત આ મંદિરના દાતા અને ટ્રસ્ટી અમરતભાઈ પટેલે અને જયંતિભાઈ પટેલે જણાવ્યુ હતું કે આ મંદિર 2 કરોડ રૂપિયા કરતાં વધુ ખર્ચે તૈયાર થશે. મંદિરમાં નિર્માણમાં આ ગામના અમેરિકા કેનેડા ઑસ્ટ્રેલિયા વિદેશમાં વસતા 2500 કરતાં વધારે ગ્રામજનોનો મોટો ફાળો છે. હાલ અમારી પાસે 6 કરોડ જેટલું દાન આવ્યું છે. નવેમ્બરમાં આ મંદિરની થનાર પ્રાણ પ્રતિષ્ઠામાં મોટી સંખાયામાં NRI ભાગ લેવા આવશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!