GUJARAT

આપ નેતાએ પક્ષ છોડ્યો: દિનેશ કાછડિયાએ એકાએક AAPમાંથી રાજીનામું આપી દીધું, કહ્યું- પક્ષે મને હાંસિયામાં ધકેલી દીધો – Surat News


દિનેશ કાછડિયાની તસવીર.

કોર્પોરેશનની ચૂંટણી આવે તે પહેલા હવે ધીરે-ધીરે રાજકીય ઉથલ-પાથલનો દૂર શરૂ થઈ ગયો છે. ખાસ કરીને કોર્પોરેશનની અંદર હવે આ પ્રકારની ઘટનાઓ સામે આવવાની શરૂ થશે. કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયેલા દિનેશ કાછડિયાએ રાજીનામું આપી દેતા આમ આદમી પાર્ટીમાં પ

.

દિનેશ કાછડિયાની સક્રિય નેતા તરીકેની છબી
સુરત ઉત્તર વિધાનસભામાંથી કોંગ્રેસમાંથી ભાજપ સામે ચૂંટણી લડી ચૂકેલા અને ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા દિનેશ કાછડિયાએ આજે આપમાંથી પણ રાજીનામું આપી દીધું છે. આપમાં તેમની ઉપયોગીતા ન હોય તેવી વાત કરીને રાજીનામું આપી દીધું છે. આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે સુરત કોર્પોરેશનમાં કામ શરૂ કર્યું, ત્યારથી દિનેશ કાછડિયાએ પડદા પાછળ સક્રિય ભૂમિકા ભજવતા રહ્યા. ત્યારબાદ તેઓ સતત લોકોની વચ્ચે જઈને કોર્પોરેશનમાં ચાલતી ગોબાચારી અને ભ્રષ્ટાચાર અંગેના પણ અનેક મુદ્દાઓને લોકો સમક્ષ લાવવામાં સફળ રહ્યા હતા.

હું કોઈપણ પક્ષમાં નહિ જોડાવઃ દિનેશ કાછડિયા
આપના પ્રદેશ પ્રમુખને રાજીનામું આપતા દિનેશ કાછડિયાએ જણાવ્યું છે કે, આમ આદમી પાર્ટી, ગુજરાત રાજ્ય અને દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ તેમજ છેલ્લા એક વર્ષનાં મારાં આ પાર્ટી સાથેનાં કાર્યાનુભવને જોતા આમ આદમી પાર્ટી, ગુજરાતમાં મારી કોઈ પ્રાસંગિકતા કે ઉપયોગીતા જણાતી નથી, આથી હું પાર્ટીનાં તમામ પદ અને સભ્ય પદેથી રાજીનામુ આપું છું. આ રાજીનામા બાદ કાછડિયાએ કહ્યું હતું કે, આપમાંથી રાજીનામું આપ્યું છે અને હાલ અન્ય કોઈ પક્ષમાં જોડાવવાનો વિચાર કર્યો નથી. પાર્ટીમાં છેલ્લા કેટલાક દિવસથી મારી અપેક્ષા થતી હોય તેવું પણ મને લાગ્યું હતું. મને જાણે હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યો હોય તેવો અનુભવ મને થતો હતો. હવે હું પોતે કોઈપણ રાજકીય પક્ષમાં હાલ જોડાયા વગર મારા વોર્ડના પ્રશ્નોને વાંચા આપતો રહીશં.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!