GUJARAT

માગ: સગીરાનું અપહરણ કરી અજાણ્યો શખ્સ ફરાર થઇ ગયો – Junagadh News


જૂનાગઢમાં સગીરાનું અપહરણ કરી અજાણ્યો શખ્સ ફરાર થઇ ગયો હોવાની રાવ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

.

આ અંગે પોલીસમાંથી મળતી માહિતી અનુસાર જૂનાગઢ શહેરમાં તળાવ દરવાજા વિસ્તારમાં રહેતા પરિવારની 15 વર્ષ 2 મહિનાની સગીર વયની દીકરીને અજાણ્યો શખ્સ 11 જુલાઈના રોજ રાત્રે 10ની આસપાસ બહાઉદ્દીન કોલેજ સામેથી લલચાવી ફોસલાવી ભગાડી અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ કરતા સી ડિવિઝનનાં પીએસઆઈ એચ. કે. સોનરતે તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલેખનીય છે કે શહેરમાં અપહરણના બનાવો સતત વધી રહ્યા છે. પોલીસ આવા શખ્સોને પકડી કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!