GUJARAT

અમદાવાદમાં 65 લાખની લૂંટ: ટ્રક પલટી જતાં મુંબઈ હાઇવે જામ, સાબર ડેરીનો પશુપાલકો માટે મોટો નિર્ણય, ગીર અને ગિરનારના બે વીડિયોએ ધૂમ મચાવી – Local News


5 કલાક પેહલા

  • કૉપી લિંક

નેતાઓએ કાર્યકર્તાઓને ફસાવી દીધા

પહેલી જુલાઈએ ભાજપ-કોંગ્રેસ વચ્ચે થયેલા પથ્થરમારાની ફરિયાદમાં બંને પક્ષના નેતાઓનાં નામ આશ્ચર્યજનક રીતે ગાયબ છે. વીડિયોમાં સ્પષ્ટ રીતે પથ્થર ફેંકતા દેખાતા હોવા છતાં શૈલેષ પરમારનું FIRમાં નામ જ નથી, હાજર હોવા છતાં દર્શક ઠાકરને પોલીસે પકડ્યા જ નથી.. પોલીસે માત્ર કાર્યકર્તાઓને આરોપી બનાવી દીધા છે..

આંગણવાડીના આંગણામાંથી મળી દારૂની બોટલો

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી આંગણવાડીમાંથી મળી દારૂની બોટલો…રાત્રે આંગણવાડીના આંગણામાં અસામાજિક તત્ત્વો દારૂની મહેફિલો માણતા હોવાના દૃશ્યોએ ચાડી ખાધી. માત્ર 50 મીટરના અંતરે જ પોલીસચોકી હોવા છતા અસામાજિક તત્ત્વો બેફામ બનતાં સ્થાનિકો પણ કંટાળ્યા છે..

3300 ફૂટની ઊંચાઈથી ગિરનારનો નયનરમ્ય નજારો

જૂનાગઢના ગિરનાર પર્વત પર વરસાદી માહોલમાં અદભુત નજારો જોવા મળ્યો..3300 ફૂટની ઊંચાઈથી ગિરનારનાં નયનરમ્ય દૃશ્યો સામે આવ્યાં. વરસાદી માહોલમાં પ્રવાસીઓએ પણ ગિરનાર પર ટ્રેકિંગની મજા માણી હતી..

આજે હોટલ-રેસ્ટોરાંમાં જમવાનું નહીં મળે

રાજકોટમાં આજે 1000 જેટલી હોટલ, રેસ્ટોરાંએ બંધ પાળ્યો.. ટીઆરપી ગેમઝોન આગકાંડ બાદ શરૂ થયેલી સીલિંગની કામગીરીના વિરોધમાં આ બંધ પાળવામાં આવ્યો, સાથે જ આરએમસી સીલ ખોલાવવા માટે 5 લાખની ખંડણી માગતી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.

અકસ્માતના પગલે 5 કિમીનો ટ્રાફિકજામ સર્જાયો

મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે પર અકસ્માતના પગલે 5 કિમીનો ટ્રાફિકજામ સર્જાયો..પીપોદરા ગામ પાસે ટાયરનું જોઇન્ટ તૂટી જતાં કોલસા ભરેલી ટ્રકે પલટી મારી, જેના કારણે હાઈવે પર વાહનોના થપ્પા લાગ્યા.. 2 કલાકની ભારે જહેમત બાદ ટ્રાફિક હળવો થયો હતો..

હરણી બોટ દુર્ઘટનાના પીડિતોને આશા જાગી

વડોદરાના હરણી બોટ દુર્ઘટનાના પીડિતોને ન્યાયની આશા જાગી છે. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને બંને પૂર્વ કમિશનરો એચ.એસ.પટેલ અને વિનોદ રાવ સામે શિસ્તસંબંધી પગલાં લેવા આદેશ કર્યો છે, જેનાથી બાળકો ગુમાવનારા વાલીઓને કંઈક અંશે રાહત મળી છે.

લંપટ શિક્ષકને વાલીઓએ ચખાડ્યો મેથીપાક

જૂનાગઢના પલાસવા ગામે વિદ્યાર્થીઓ સાથે અડપલાં કરતા શિક્ષકને વાલીઓએ જૂતાં-ચંપલથી ધોઈ નાખ્યો.. સાથે જ તેની બદલી ના થાય ત્યાં સુધી સ્કૂલ બંધ રહેશે એવી ચીમકી આપી હતી. જોકે શિક્ષણ અધિકારીએ આવીને યોગ્ય પગલાં ભરવાની ખાતરી આપતાં સ્કૂલ ફરી શરૂ કરી દેવાઈ છે.

મસ્તીમાં મશગૂલ સિંહ-સિંહણના વીડિયો વાઇરલ

ગીર જંગલમાં વરસાદી માહોલમાં વનરાજા હળવા મૂડમાં જોવા મળ્યા. મસ્તીમાં મશગૂલ સિંહ અને સિંહણના રોમાંચિત કરી દેતાં દૃશ્યો સામે આવ્યાં. આળસ મરડીને ઝાડ પર ચઢતા સિંહના આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે..

સાબરડેરીએ દૂધ-ઉત્પાદકો માટે કરી મહત્ત્વની જાહેરાત

સાબરડેરીએ દૂધ ઉત્પાદકો માટે મહત્ત્વની જાહેરાત કરી.. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ- ત્પાદકો માટે 9 મહિનાનો ભાવવધારો 258 કરોડ રૂપિયા ચૂકવવા નિર્ણય કર્યો છે.. સાડાત્રણ લાખ પશુપાલકોને આવતીકાલથી ભાવવધારો ચૂકવવામાં આવશે..Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!