GUJARAT

ભારે વરસાદની આગાહી વચ્ચે સામાન્ય વરસાદ: રાજ્યમાં આજે સૌથી વધુ ઝાલોદમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો, ભારે પવનના કારણે ગિરનાર અને પાવાગઢની રોપવે સેવા ખોરવાઈ – Gujarat News

હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલમાં ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય છે, જેને કારણે આગામી પાંચ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે. હાલમાં રાજ્યના ઉત્તર ભાગમાં સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ઓફ શોર ટ્રફ તથા સૌરાષ્ટ્રના ભાગમાં શિયર ઝોનની અસરને કારણે હળવાથી ભારે વરસાદની શક્યતા છે. તેની વચ્ચે આજે દાહોદના ઝાલોદમાં સૌથી વધુ અડી ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં આજે વરસાદી ઝાપટા જ વરસ્યા હતા.બીજી તરફ ભારે પવનના કારણે ગીરનાર અને પાવાગઢમાં રોપ-વે સેવા બંધ કરાઈ છે. ગુજરાતના 46 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર
રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 46 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 1,80,589 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 54.06 ટકા જળસંગ્રહ ટકા નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના કુલ 206 જળાશયોમાં 2,40,661 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 42.96 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 50.06 ટકા જળ સંગ્રહ
આજે સવારે 8 કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં ભારે વરસાદના પરિણામે દમણગંગામાં 51,708 ક્યુસેક, ઉકાઈમાં 33,168 ક્યુસેક અને હિરણ-2માં 15,789 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ ઉપરાંત રાણા ખીરસરામાં 13,530 ક્યુસેક, ભાદર-2માં 13,172 ક્યુસેક, વેણુ-2માં 12,943 ક્યુસેક અને સરદાર સરોવરમાં 11,144 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યના 26 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 26 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 39 ડેમ 25થી 50 ટકા ભરાયા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 50.06 ટકા, કચ્છના 20માં 49.23, દક્ષિણ ગુજરાતના 13માં 46.16 ટકા,મધ્ય ગુજરાતના 17માં 35.17, તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.59 ટકા પાણીનો સંગ્રહ થયો છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!