GUJARAT

નખત્રાણામાં જળબંબાકાર, ખતરનાક દૃશ્યો: બજારોમાં નદીઓ વહેવા લાગી, ધસમસતા પાણીના પ્રવાહથી જનજીવન અસ્તવ્યસ્ત, મુખ્ય રસ્તાઓ બ્લોક – Gujarat News

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં 26મી જુલાઈ સુધી સતત 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આજે નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બજારોમાં નદીઓ વહેતી હોય એવું જોવા મળ્યું છે. ધસમસતા પાણીના પ્રવાહથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે તેમજ જામજોધપુરના સોગઠી ડેમમાં ગાબડું પડ્યું છે. બીજી તરફ અમદાવાદમાં પણ હાલ વરસાદ શરૂ થયો છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 85 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં આ તાલુકામાં સૌથી વધુ વરસાદ સવારે 6થી બપોરના 2 વાગ્યા સુધીમાં આ તાલુકામાં સૌથી વધુ વરસાદ ​​​​​​​



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!