GUJARAT

દીપડાનાં રોમાંચક દૃશ્યો: ગીર જંગલમાં મુશળધાર વરસાદમાં વૃક્ષ પર આરામ ફરમાવ્યો, સ્વભાવે ચંચળ દીપડાએ એક જગ્યાએ ઊભા રહી વરસાદની મજા માણી – Gir Somnath (Veraval) News


ગીર જંગલમાં મુશળધાર વરસતા વરસાદની વન્ય પ્રાણીઓ પણ મોજ માણી રહ્યા છે. ત્યારે વરસતા વરસાદમાં વૃક્ષ પર આરામ ફરમાવવાની સાથે વરસાદની મોજ માણતા દીપડાનાં રોમાંચક દૃશ્યો સામે આવ્યા છે.

.

ધોધમાર વરસતા વરસાદમાં વૃક્ષ પર આરામ ફરમાવવાની સાથે વરસાદનો લુફત ઉઠાવતો દીપડો મોબાઈલ કેમેરામાં કેદ થયો છે. ગીર જંગલના દેવળીયા પાર્કના આ દ્રશ્યો છે જ્યાં મોન્સૂન સિઝનમાં પણ દેશ-વિદેશના પ્રવાસીઓને વનરાજ સહિત વન્ય પ્રાણીઓને નિહાળવાનો લહાવો મળે છે.

બિલાડી કુળનું પ્રાણી દીપડો સામાન્ય રીતે કોઈ એક સ્થળ પર વધુ વાર સ્થાયી થતું નથી. જેવી રીતે સિંહને તમે શાંતિપૂર્વક નિહાળી શકો તેવી રીતે દીપડાને વધુ સમય એક સ્થળે નિહાળવો દુર્લભ હોય છે. ત્યારે વરસતા વરસાદમાં ભીંજાતા દીપડાના દૃશ્યો જોઈ પ્રવાસીઓ પણ રોમાંચિત બન્યા હતા.

ગીર જંગલ વિસ્તારમાં મેઘરાજા ઓળધોળ થઈ વરસી રહ્યા છે. મેઘરાજા ગીર જંગલમાં શાનદાર બેટીંગ કરી રહ્યા છે. ગીર જંગલમાં વરસાદના પગલે વન્ય પ્રાણીઓમાં પણ અનહદ આનંદ જોવા મળી રહ્યો છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!