GUJARAT

કાયમી શિક્ષકોના વાયદા બાદ જ્ઞાન સહાયકની જાહેરાતથી વિવાદ: સરકારી સ્કૂલોમાં શિક્ષકોની જરૂર તબક્કાવાર ઘટશે, સરકાર ભરતીમાં પણ મોટો કાપ મૂકશે – Gandhinagar News

ચિંતન આચાર્ય સરકારના શિક્ષણ વિભાગે અચાનક જ્ઞાન સહાયકોની ભરતીની જાહેરાત આપતાં નોકરીવાંચ્છુ યુવાનો રોષે ભરાયા છે. આ વિવાદ વચ્ચે એક નવી માહિતી બહાર આવી છે. જેમાં સરકાર આવનારા દિવસોમાં સરકારી કે ગ્રાન્ટ ઇન એઇડ સ્કૂલોમાં કાયમી શિક્ષકોની ભરતીમાં કાપ મૂકી

.

ભરતીની જાહેરાત ન થાય તો ફરી આંદોલનના એંધાણ

સરકારે કાયમી શિક્ષકોની ભરતી બંધ કરતાં થોડાં સમય પહેલાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં આંદોલન કર્યું હતું. તેમને શાંત પાડવા સરકારે રાતોરાત 24,700 કાયમી શિક્ષકોની ભરતીનો વાયદો કર્યો હતો.પરંતુ આ જાહેરાતથી સોશિયલ મીડિયા પર યુવાનોએ બળાપો ઠાલવ્યો છે. હવે કાયમી શિક્ષકની ભરતી માટે ઝડપી જાહેરાત ન થાય તો ફરી આંદોલનની શક્યતા છે.

તેજસ મજેઠિયા નામના યુવકે કહ્યું કે, સરકાર યુવાનો સાથે છેતરપિંડી બંધ કરે, તેઓ ભરતીની લોલીપોપ આપે છે. શિક્ષણ મંત્રીએ કહ્યું, જ્ઞાન સહાયક વૈકલ્પિક વ્યવસ્થા છે. આજે જ્ઞાન સહાયકની જાહેરાત જોઇને લાગે છે કે સરકાર અમારી લાગણી સાથે રમત રમી રહી છે.

શકુંતલા રાઠવા નામની ટેટ પાસ યુવતીએ કહ્યું કે, જ્ઞાન સહાયકનું ગતકડું બહાર પાડી સરકાર અમારા સપના પર પાણી ફેરવે છે. અગાઉ ઘોષણા થઈ કે 24,700 શિક્ષકોની ભરતી થશે, નોટિફિકેશન ટૂંક સમયમાં આવી જશે તેવું કહ્યું પણ જાહેરાત જ્ઞાન સહાયકની થઇ.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!