GUJARAT

દ્વારકા ખંભાળિયા ન્યૂઝ અપડેટ: ખંભાળિયાની બદીયાણી હોસ્પિટલ ખાતે રવિવારે નેત્ર નિદાન તથા મેડિકલ કેમ્પ યોજાશે, ખંભાળિયામાં રેડક્રોસ સંસ્થાના ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો – Dwarka News


હર્ષદમાં “હરસિધ્ધિ વન”ના લોકાર્પણ સંદર્ભે બેઠક યોજાઈ
આગામી 75 માં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી અંતર્ગત 23 માં સાંસ્કૃતિક વન “હરસિધ્ધિ વન” ગાંધવી (હર્ષદ)ના લોકાર્પણ પ્રસંગે ખંભાળિયામાં કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષ સ્થાને

.

દસ વર્ષ જૂના આધારકાર્ડ તા. 14 સપ્ટેમ્બર સુધી વિનામૂલ્યે અપડેટ કરાવી શકાશે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે લોકોએ 10 વર્ષથી આધાર કાર્ડ અપડેટ કરાવ્યું ન હોય, તેવા નાગરિકો આધારકાર્ડ સરળતાથી વિનામૂલ્યે અપડેટ કરી શકે તે હેતુથી યુઆઈડીએઆઈ (UIDAI)ની વેબસાઇટ પર સમયમર્યાદા લંબાવવામાં આવી છે. ઉપરોક્ત આધાર કાર્ડ ધારકો તા. 14 સપ્ટેમ્બર સુધી https://myaadhar.uidai.gov.in/ પોર્ટલ પર વિનામૂલ્યે પોતાની ડોક્યુમેન્ટ અપડેટ કરી શકશે, તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક કલેકટરની યાદીમાં જણાવાયું છે.

ખંભાળિયામાં રેડક્રોસ સંસ્થાના ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો
ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ગાયત્રી ગરબા મંડળના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં અત્રે નગર ગેઈટ પાસે આવેલી શેઠ કાનજી ચતુ ધર્મશાળા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 18000 સીસી રક્ત એકત્ર થયું હતું. જે બ્લડ બેન્કને અર્પણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પના દરેક રક્તદાતાઓને બંને સંસ્થાઓ દ્વારા સ્મૃતિ ભેટ આપી, સન્માનિત કરાયા હતા અને તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજન માટે રેડક્રોસ સંસ્થાના ડિસ્ટ્રિક્ટ ચેરમેન કિરીટભાઈ મજીઠીયા, ગાયત્રી ગરબા મંડળના પ્રવીણભાઈ છગ તેમજ તેમની ટીમે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.

રવિવારે નેત્ર નિદાન તથા મેડિકલ કેમ્પ યોજાશે
ખંભાળિયામાં જામનગર રોડ ઉપર આવેલી જાણીતી એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તા. 14 મી ના રોજ સવારે 9 થી 11:30 વાગ્યા સુધી સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે વિનામૂલ્યે નેત્ર નિદાન, સારવાર, દવા વિતરણ તેમજ શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વીરનગરની જાણીતી શિવાનંદ મિશન હોસ્પિટલના નિષ્ણાંત તબીબો અને ટેક્નીશિયનો તેઓની સેવાઓ આપશે. આ કેમ્પમાં દર્દીઓને સ્થળ પર તપાસી, દવા આપી અને સારવાર કરવામાં આવશે. ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને બસ મારફતે વીરનગર લઈ જઈ અને આધુનિક પદ્ધતિથી ઓપરેશન કરી, નેત્રમણી પણ વિનામૂલ્ય બેસાડી આપવામાં આવશે.

આ સાથે યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પમાં જાણીતા નિષ્ણાત ડો.નિલેશ રાયઠઠ્ઠા પોતાની સેવાઓ આપશે. આ કેમ્પનો મહત્તમ લાભ લેવા ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારના દર્દીઓને માનવસેવા સમિતિના પ્રમુખ ધીરેન બદીયાણીએ અનુરોધ કર્યો છે. આ કેમ્પમાં આંખના નંબર કાઢી આપવામાં આવશે નહીં.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!