GUJARAT

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનો અદભુત નજારો: જાણે ઇન્દ્રદેવ મહાદેવને અભિષેક કરી રહ્યા હોય એવાં મનમોહક દૃશ્યો સર્જાયાં; લોકો આનંદમુગ્ધ થયા – Gir Somnath (Veraval) News


આજે પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિર પર સિઝનનો પહેલો વરસાદ વરસ્યો છે. ત્યારે ઇન્દ્રદેવ મહાદેવને અભિષેક કરી રહ્યા હોય તેવાં મનમોહક દૃશ્યો સર્જાયાં હતાં. જુઓ વરસાદી મોસમમાં પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિરનો અદભુત નજારો…

.

ઇન્દ્રદેવ મહાદેવને અભિષેક કરતા હોય તેવું વૈભવમય વાતાવરણ
આજે પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિર પર સિઝનનો પહેલો વરસાદ વરસ્યો છે. જેના કારણે મંદિર પરિસર અને તેની આસપાસનો વિસ્તાર એક મહાકાવ્ય સમાન આકર્ષક દૃશ્યમાં પરિવર્તિત થયો છે. મોસમના આ પહેલાં વરસાદે સ્વયં ઇન્દ્રદેવ મહાદેવને અભિષેક કરી રહ્યા હોય તેવું વૈભવમય વાતાવરણ સર્જાયું હતું.

મંદિર પરિસર અને તેની આસપાસનો વિસ્તાર એક મહાકાવ્ય સમાન આકર્ષક દૃશ્યમાં પરિવર્તિત થયો.

મંદિરનો અભિષેક થઈ રહ્યો હોય તેવું અભિભૂત કરનારું દૃશ્ય
સોમનાથ મંદિર, જે દ્વાદશ જ્યોતિર્લિંગોમાં સૌપ્રથમ છે, તે પવિત્ર પ્રભાસ ભૂમિ પર ઇન્દ્રદેવના અમી સ્વરૂપ વર્ષાના પવિત્ર જળથી જય સોમનાથ મંદિરનો અભિષેક થઈ રહ્યો હોય તેવું અભિભૂત કરનારું દૃશ્ય સર્જાયું હતું. અહીં આવેલા ભક્તો અને દર્શનાર્થીઓ માટે આ એક અનોખો અનુભવ હતો. હિન્દુ પરંપરા અનુસાર પ્રથમ વરસાદ જનજીવન માટે શુભ સંકેત માનવામાં આવે છે અને તે દેવી-દેવતાઓની કૃપા અને પ્રસાદીનું પ્રતીક ગણાય છે.

હિન્દુ પરંપરા અનુસાર પ્રથમ વરસાદ જનજીવન માટે શુભ સંકેત માનવામાં આવે છે.

હિન્દુ પરંપરા અનુસાર પ્રથમ વરસાદ જનજીવન માટે શુભ સંકેત માનવામાં આવે છે.

લોકો આનંદમાં મુગ્ધ થયા
સોમનાથ મંદિરના પ્રાંગણમાં મુશળધાર વરસાદનાં જળ મંદિરના પવિત્ર શિખર પર વરસતાં જોઈને લોકો આનંદમુગ્ધ થઇ ગયા હતા. આ પ્રથમ વરસાદ સાથે જ સોમનાથ મંદિરના છોડવાની હરિયાળી વધુ ખીલી ઊઠી હતી. મંદિરની પડખે ગાજતો રત્નાકર સમુદ્ર પણ ઇન્દ્રદેવની સાથે મહાદેવના ચરણ ધોવા મંદિર તરફ પ્રયાણ કરતો હોય તેવું મોહક દૃશ્ય સર્જાયું હતું.

મંદિરની પડખે ગાજતો રત્નાકર સમુદ્ર મહાદેવના ચરણ ધોવા મંદિર તરફ પ્રયાણ કરતો હોય તેવું મોહક દૃશ્ય.

મંદિરની પડખે ગાજતો રત્નાકર સમુદ્ર મહાદેવના ચરણ ધોવા મંદિર તરફ પ્રયાણ કરતો હોય તેવું મોહક દૃશ્ય.

ભક્તો અને દર્શનાર્થીઓ માટે આ એક અનોખો અનુભવ.

ભક્તો અને દર્શનાર્થીઓ માટે આ એક અનોખો અનુભવ.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!