GUJARAT

ફાયરબ્રિગેડનું ટેન્કર પલટી, CCTV: વડોદરામાં પૂરપાટ ઝડપે જઈ રહેલું ટેન્કર અચાનક પલટી ગયું, સ્કૂટર પર જઈ રહેલી યુવતી માંડ-માંડ બચી – Vadodara News

વડોદરા શહેરના ડભોઇ રોડ ખાતે ફાયર બ્રિગેડનું પાણી ભરેલું ટેન્કર રસ્તા વચ્ચે પલ્ટી ખાઈ જતા અકસ્માત થયો હતો. જેમાં ફાયર બ્રિગેડના ટેન્કર ચાલકે એક સ્કૂટર પણ અડફેટે લીધું હતું. જો કે, અકસ્માતમાં સ્કૂટર ચાલક યુવતી માંડ-માંડ બચી હતી અને રોડ ઉપર પાણી અને ડીઝ

.

સબ ફાયર ઓફિસરને પકડી દુકાનમાં બેસાડી દીધા
આ અકસ્માત કરનાર ડ્રાઇવર ક્રિષ્ણા પટેલ સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો, જેથી રોષે ભરાયેલા ટોળાએ સબ ફાયર ઓફિસર જાસમીન પટેલને પકડી દુકાનમાં બેસાડી દીધા હતા. આ બનાવની જાણ સ્થાનિક ફાયર સ્ટેશન ઓફીસરને થતાં ફાયરના અધિકારી અમિત ચૌધરી સ્થળ ઉપર પહોંચી ગયા હતા. આ બનાવ અંગે સ્થાનિક પોલીસને પણ જાણ કરાતા પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા અને લોકોમાં ટેન્કરના ડ્રાઇવર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોએ આક્ષેપ કર્યો હતો કે, ડ્રાઇવરનો વાંક છે અને વળાંક પર ટર્ન મારતા ટેન્કર પલટી ખાઈ ગઈ હતી.

અકસ્માતમાં સદ્દનસીબે જાનહાની ટળી
પાણીગેટ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ગાજરાવાડી ફાયર સ્ટેશનનું ટેન્કર પલ્ટી થઈ જતા અમે સ્થળ પર પહોંચ્યા છીએ. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી છે, તેઓ પણ આ મામલે તપાસ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. ઘણા અકસ્માતોમાં તો લોકો પોતાના જીવ પણ ગુમાવે છે. જોકે, આજે થયેલા અકસ્માતમાં સદ્દનસીબે જાનહાની ટળી ગઈ હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!