GUJARAT

CA યુવતી પર સાસરિયાનો અત્યાચાર: પતિએ પત્નીને વીડિયો-ગંદી ચેટ મને મોકલી, પતિના પરસ્ત્રી સાથેના સંબંધો અંગે કહેતા સાસુએ કહ્યુંઃ ‘મારો દીકરો આવું જ કરશે, એક નહીં ચાર લગ્ન કરશે’ – Vadodara News

વડોદરા શહેરમાં CA થયેલી પત્ની પર પતિ સહિતના સાસરિયાએ દહેજ માટે અત્યાચાર ગુજાર્યો હતો. પતિના યુવતી સાથે સંબંધો અંગે પત્નીએ સાસુને કહેતા સાસુએ કહ્યું હતું કે, મારો દીકરો આવું જ કરશે, એક નહીં ચાર લગ્ન કરશે, તારે રહેવું હોય તો રહે અને નહીં તો તારા બાપાના

.

વડોદરામાં રહેતી 30 વર્ષીય યુવતીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું મારા માતા-પિતા સાથે રહું છું અને ખાનગી કંપનીમાં CA તરીકે નોકરી કરું છું. હું વર્ષ-2014માં વાડી વિસ્તારમાં રહેતા અલ્ફઝ અબ્દુલરહીમ એન્જિનિયરિંગના સંપર્કમાં આવી હતી. અમારા બંને વચ્ચે 6 વર્ષ સુધી પ્રેમસંબંધ રહ્યો હતો અને વર્ષ-2018માં બંને પરિવારની સહમતિથી અમારી સગાઈ થઈ હતી. જો કે, મારો CAનો અભ્યાસ પૂર્ણ ન થતા અલ્ફઝ અને તેમના પરિવારે 6 મહિના પછી અમારી સગાઈ તોડી નાખી હતી અને તેણે બીજી કોઈ છોકરી સાથે સગાઈ કરી હતી.

મને માનસિક ત્રાસ આપવાનુ ચાલુ કર્યું
મારો CAનો અભ્યાસ પૂર્ણ થયા બાદ મને સારી નોકરી મળી ગઈ હતી. જેથી અલ્ફઝે વર્ષ-2022માં ફરી મારી સાથે પ્રેમસંબંધ રાખવાનુ ચાલુ કર્યું હતું અને વર્ષ-2023માં અમે લગ્ન કર્યાં હતા. હું મારા પતિ, સાસુ મરીયમ અને સસરા અબ્દુલરહીમ સાથે રહેતી હતી. લગ્નના 25 દિવસ બાદ મારા સસરાએ મને કહ્યું હતું કે, તું CA થઈને સારા રૂપિયા કમાતી હોવા છતા તારા માતા-પિતાએ સમૂહલગ્ન કરાવ્યા હતા અને દહેજમાં ધાર્યા મુજબ કશું આપ્યું નથી, તેવુ કહીને મને માનસિક ત્રાસ આપવાનુ ચાલુ કર્યું હતું.

મારે પૈસાની જરૂર પડતા મારા પતિએ આપ્યા નહોતા
​​​​​​​
મારા પતિ મારો પગાર તેમના ખાતામાં ટ્રાન્સફર કરી લેતા હતા અને મારે રૂપિયાની જરૂરિયાત પડતા મારે તેમની પાસેથી રૂપિયા માગવા પડતા હતા. મારા પતિ, સાસુ- સસરા અને મારી નણંદ સાદાબ ઘડીયાળી મારી ઉપર ઉશ્કેરાઇને મારી જોડે ખરાબ વર્તન કરતા હતા અને મને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. આ દરમિયાન હું ગર્ભવતી થઈ હોવાથી મને કમજોરી આવી ગઈ હતી અને મારે આરામની જરૂરિયાત હતી, જેથી હું મારા પિયરમાં આરામ કરવા માટે ગઈ હતી અને મારે પૈસાની જરૂર પડતા મારા પતિએ આપ્યા નહોતા.

મારા સાસુના કહેવાથી હું મારી સાસરીમાં ગઈ હતી
મારા પતિએ એક વીડિયો તેમજ ગંદી ચેટ મને મોકલી હતી, જે વીડિયોમાં તેઓ અન્ય કોઈ યુવતીની સાથે સબંધ ધરાવતા હતા. જેથી મેં આ વાતની જાણ મારા સાસુ-સસરાને કરતા તેઓએ મને કહ્યું હતું કે, મારો છોકરો તો આવું જ કરશે, એક નહીં ચાર લગ્ન કરશે, તારે રહેવુ હોય તો રહે નહીંતર તારા બાપાના ઘરે જતી રહે. આમ કહી મને માનસિક ત્રાસ આપ્યો હતો. મારા સાસુના કહેવાથી હું મારી સાસરીમાં ગઈ હતી.

હું એકદમ ગભરાઇને પડી ગઈ હતી
હું ઘરમાં પ્રવેશતા જ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને મારા પગારના પૈસા ટ્રાન્સફર કરવા માટે મારા પતિ તથા મારા સાસુ-સસરા અને નણંદે મારી સાથે ઝઘડો કર્યો હતો અને મારા હાથ બાંધી મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી હું એકદમ ગભરાઇ ગઈ હતી અને પડી ગઈ હતી. 10 મિનિટ પછી હું ભાનમાં આવતા હું પહેરેલ કપડે મારા પિયરમાં જતી રહી હતી. આ મામલે મેં મારા પતિ, સાસુ-સસરા અને નણંદ સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!