GUJARAT

સરકારી કર્મચારીઓને મળી શકે છે વધુ એક ભેટ: ડીએ વધાર્યા બાદ હવે રાજ્ય સરકાર HRA વધારી શકે, ટૂંક સમયમાં કરાશે નિર્ણય – Ahmedabad News

હાલ ગુજરાત સરકાર ફટાફટ નિર્ણયો કરવા લાગી છે. 3 જુલાઈ, 2024ના રોજ 24,700 શિક્ષકોની ભરતીનો નિર્ણય કર્યા બાદ 4 જુલાઈએ સરકારી કર્મચારીઓ રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. આ નિર્ણય બાદ હવે રાજ્ય સરકારના કર્મચારીઓને વધુ એક

.

9.44 લાખ કર્મચારી-પેન્શનર્સને ડીએનો લાભ આપ્યો
ગત 4 જુલાઈ 2024ના રોજ રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ તા. 1 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરી હતી. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.71 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.73 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે. આમ, આ નિર્ણયનો લાભ 9.44 લાખ પેન્શનર્સ-કર્મચારીને લાભ થશે.

જાન્યુઆરી-ફેબ્રુઆરીનો તફાવત જુલાઈના પગારમાં મળશે
મોંઘવારી ભથ્થાની 6 માસની, એટલે કે 1 જાન્યુઆરી 2024થી 30 જૂન 2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપતામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. તદનુસાર, જાન્યુઆરી-2024 તથા ફેબ્રુઆરી-2024 મહિનાની તફાવતની રકમ જુલાઈ-2024ના પગાર સાથે, માર્ચ અને એપ્રિલ-2024ની તફાવતની રકમ ઓગસ્ટ-2024ના પગાર સાથે તેમજ મે અને જૂન-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બર-2024ના પગાર સાથે કર્મયોગીઓને ચૂકવવામાં આવશે.

સરકાર 1129.51 કરોડ ચૂકવશે
રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને 1129.51 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!