GUJARAT

લોકોની સમસ્યા મુદ્દે લડાયક મૂડમાં રહેતા ‘કુમાર’: ભાજપની સરકાર સામે જ BJPના MLA કાનાણી ચડાવે છે બાંયો, એક વર્ષમાં 15 પત્ર લખી આકરી માગણી કરી – Surat News


સુરતના વરાછા રોડ વિધાનસભા બેઠકથી ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી ભાજપની સરકાર સામે જ લોકોને પડતી સમસ્યાને લઈને અવારનવાર બાંયો ચડાવે છે. છેલ્લા એક વર્ષમાં 15 જેટલા પત્રો મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, આરોગ્ય મંત્રી સહિત જે તે સમસ્યા હોય તે વિભાગના અધિકારી

.

ત્યારે ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક વખત મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, આ વખતે ધારાસભ્ય કુમાર કાનાણીએ જીએમઇઆરએસ કોલેજો દ્વારા જે એમબીબીએસના અભ્યાસ માટે ફી વધારો કર્યો છે, તે મામલે પત્ર લખ્યો છે અને ફી વધારો પરત ખેંચવામાં આવે તેવી માગ કરી છે.

લેટર લખવાની સાથે પ્રજા પ્રશ્ને ખુદ અધિકારીઓને રજૂઆત કરવા કુમાર દોડી જાયછે

સમસ્યાના નિરાકરણમાં કાકા પ્રજાના સાચા સેવક
ધારાસભ્ય કુમાર કાનાણી વખતોવખત લેટર લખી લોકોના પ્રશ્નોને સત્તા પક્ષ સામે ઉજાગર કરતા હોય છે. જરૂર જણાય તો જે તે વિભાગના અધિકારીઓને પણ પત્ર લખી લોકોને પડતી અગવડતાઓ જણાવતા હોય છે. તાત્કાલિક સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે તેવી માગ કરતા હોય છે. ત્યારે ધારાસભ્યની આ કામગીરીને લઈ લોકો તેમને પ્રજાના સાચા સેવક પણ ગણે છે. જ્યારે કુમાર કાનાણી કાકા તરીકે ઓળખાય છે.

જીએમઇઆરએસ કોલેજોના ફી વધારો મુદ્દે પત્ર
સુરતમાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક વખત પત્ર લખ્યો છે. આ વખતે ધારાસભ્ય કુમાર કાનાણીએ જીએમઇઆરએસ કોલેજો દ્વારા એમબીબીએસના અભ્યાસ મુદ્દે જે ફી વધારો કરાયો છે, તે અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં તેમને જણાવ્યું છે કે, જીએમઈઆરએસ કોલેજો દ્વારા એમબીબીએસના અભ્યાસ માટે જે ફી વધારો કર્યો છે તે પરત ખેંચવામાં આવે.

ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મેડિકલનો અભ્યાસ છોડવો પડશે
વધુમાં તેમણે જણાવ્યું છે કે, આ ફી વધારાના કારણે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને કરવો પડે તેમ છે. આ ફી વધારો જો આમ જ લાગુ રહેશે તો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને નાછૂટકે મેડિકલ અભ્યાસ છોડવાની પરિસ્થિતિઓ ઉભી થશે. જેથી તેમના ભવિષ્ય પર સવાલો ઊભા થશે.આ મામલે તાત્કાલિક નિર્ણય લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં જે ફી વધારો કરાયો છે તેને પરત ખેંચવામાં આવે તેવી મારી માગ છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીની સાથે આરોગ્ય અને તબિયત શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને સીઈઓ જીએમઇઆરએસને પણ પત્રની નકલ મોકલાવી છે.

પ્રજાને પડતી અગવડતા બાબતે 15 પત્રો લખ્યાં
ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા છેલ્લા એક વર્ષમાં 15 જેટલા પત્રો લખવામાં આવ્યા છે. જેમાં એસટી બસ શરૂ કરવા, ટ્રાફિક સિગ્નલોને લઈને, વાસદ ટોલનાકા ખાતે સુરતની ગાડીઓને રોકી લૂંટવા અંગે, લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવા અંગે, રખડતા ઢોર અંગે ફરિયાદ કરનારના નામ આપી દેવા વિરોધ અંગે, એમબીબીએસની ફીમાં વધારો પરત ખેંચવા, આવકના દાખલા માટે યોગ્ય વ્યવસ્થા કરવા, ફિમોફેલિયાના દર્દીઓ માટેના ઈન્જેક્શન, ખાડો રિપેર કરવા અંગે, ખાદ્ય પ્રદાર્થમાં ભેળસેળ કરનાર સામે પગલા લેવા અને કાયદો બનાવવા, કિર્ગિસ્તાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા, VNSGUમાં પ્રવેશ બાબતે પડતી મુશ્કેલી અંગે, સ્મીમેર હોસ્પિટલમાં ઘૂંટણના સર્ટી આપવા અંગે, સરકારી યોજનામાં સર્જરીમાં બાળકોને પડતી મુશ્કેલી અંગે અને ગેરકાયદે વાહન ટોઈંગ કરવા સામે વિરોધ કરતા પત્રો લખી માગ કરી હતી.

CMને પત્ર લખી લગ્ન નોંધણીમાં માતા-પિતાની સંમતિને સમર્થન આપ્યું
આ વર્ષે 11 જાન્યુઆરીએ સમાજને સ્પર્શતા મુદ્દે કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા દ્વારા લગ્ન નોંધણી બાબતે જે કાયદો છે. તેમાં ફેરફાર કરવા માટેની માગ કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે, લગ્ન નોંધણીમાં માતા-પિતાની સંમતિ હોવી જરૂરી છે. જેનો કાયદામાં સમાવેશ કરવો જોઈએ. આ બાબતે સુરતના વરાછા રોડના ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહમતિ હોવી ખૂબ જ જરૂરી છે. વિશેષ કરીને દીકરીઓ ગમે તેના વાતમાં આવી જઈને, અથવા કોઈ વ્યક્તિ દ્વારા તે તેને ગેરમાર્ગે દોરવીને કે ભોળવીને લગ્ન કરાવી લે છે. ઘણી બધી દીકરીઓ લવ જેહાદનો પણ ભોગ બની રહી છે. સમયની માગ છે કે, આ પ્રકારના કિસ્સાઓને રોકવા જોઈએ. સરકારે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈને લગ્ન નોંધણીમાં માતા-પિતાની સહમતિ ફરજિયાત કરવી જોઈએ.

જાતિ અને આવકના દાખલા માટે રાતે 2 વાગ્યાથી લાંબી લાઈનો
14મી મે 2024ના રોજ કુમાર કાનાણીએ પત્ર લખીને રજૂઆત કરી હતી. પરંતુ તે સરકાર નહીં પરંતુ સુરત કલેક્ટરને પત્ર લખ્યો હતો. જેમાં આવકના દાખલા માટે યોગ્ય વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરવા માટે જરૂરી એવા દાખલાઓ ઝડપથી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. સાથે કાનાણીએ આરોપ પણ લગાવ્યો હતો કે લોકો પૈસા આપે તો એજન્ટો તાત્કાલિક દાખલા કઢાવી આવે છે. ઉલ્લેખનીય છે કે, દાખલા કઢાવવા માટે લોકો રાતના 2 વાગ્યાથી લાઈનમાં ઊભા રહેતા હતાં. પછી ટોકન આપીને દાખલા આપવાની પ્રક્રિયા 3-4 દિવસ ચાલતી હતી.

કિર્ગિસ્તાનમાં ફસાયેલા લોકોની તાત્કાલિક મદદ કરવા માગ
કિર્ગિસ્તાનમાં મેડિકલ સહિત અન્ય વિષયનો અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યાં તોફાન સર્જાતાં સુરતના પાંચસોથી હજાર જેટલા વિદ્યાર્થીઓની મુશ્કેલીઓમાં હતા. ત્યારે વિદ્યાર્થીઓ મદદ માગી રહ્યા તા, પરંતુ યોગ્ય મદદ મળી નથી તેને કારણે પરિવારમાં પણ ચિંતાનો માહોલ હતો. ત્યારે 23-05-2024ના રોજ લખેલા પત્રમાં કુમાર કાનાણીએ જણાવ્યું કે, કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં ફાટી નીકળેલી હિંસા વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓ સાથે સુરત, ગુજરાતના વિદ્યાર્થીઓ પણ ફસાયેલા છે. જેમાં ખાસ કરીને MBBSમાં અભ્યાસ કરતી મારા વિસ્તારની દીકરી કું. રીયા લાઠીયા પણ ફસાયેલી હોય, જેથી તેમના પરિવારજનો ખૂબ જ વ્યથિત છે. તેમના બાળકોની અતિશય ચિંતા કરે છે. તો આવા ફસાયેલા વિદ્યાર્થીઓને સુરક્ષા મળી રહે તે માટે ત્યાંની સરકાર સાથે પરામર્શ કરી તેમના માટે યોગ્ય વ્યવસ્થાની સાથે-સાથે તેમના વાલીઓને પણ યોગ્ય માહિતી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે.

વાસદ ટોલનાકા બાદ GJ-5 પાર્સિંગની ફોરવ્હીલરોને પોલીસની હેરાનગતી
6-11-2023ના પત્રમાં પોલીસ દ્વારા થતી હેરાનગતિને લઈને ધારાસભ્ય કુમાર કાનાણીએ ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી. વાંસદા ટોલનાકા પછી સૌરાષ્ટ્ર તરફ જતા સુરતના GJ-5 પાર્સિગની ખાનગી ફોર વ્હીલરોના માલિકો સાથે ત્યાં ઉભી રહેતી પોલીસ દ્વારા ખોટી રીતે હેરાનગતી કરવામાં આવતી હોવાને લઈને પત્ર લખીને રજૂઆત કરી હતી.પત્રમાં તેઓએ જણાવ્યું છે કે મને મળેલી રજૂઆતના સંદર્ભમાં છેલ્લા કેટલાય સમયથી સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી ફોર વ્હીલરોના માલિકો સાથે ટોલનાકા પછી ત્યાં આણંદ જિલ્લાની પોલીસ 15-20ના ટોળામાં ઉભા રહી ફોર વ્હીલરો ગાડીઓ ઉભી રાખી ગાડી ચેકિંગના બહાના હેઠળ પરિવારમાં બહેન-દીકરીઓ અને પત્ની સાથે જતા હોય તેવા વાહનોને સાઈડમાં ઉભા રખાવી ડોકયુમેન્ટની માંગણી કરવામાં આવે છે.

ભેળસેળ કરી આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે મનુષ્ય વધનો ગુનો
25 મે 2023ના રોજ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા હોવાની ફરિયાદને લઈ SMC જુદા જુદા વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી સેમ્પલો લીધા હતા. આ સેમ્પલો અને રિપોર્ટ 20 દિવસથી લઈને એક મહિના બાદ આવે. આ વખતે તો ખાદ્ય પદાર્થના લેવામાં આવેલા અનેક સેમ્પલોના નમૂના ફેલ નીકળ્યા. ત્યારે રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી અને વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ આરોગ્ય વ્યવસ્થા સામે રોષ ઠાલવ્યો હતો.કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી કાયદામાં સુધારો કરવાની રજૂઆત કરી હતી. તેમાં જણાવ્યું હતું કે, ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરી જીવનું જોખમ ઉભું કરે છે, ત્યારે આવા વિક્રેતાઓ સામે મનુષ્ય વધનો ગુનો દાખલ થઈ કાર્યવાહી થાય તેવો કાયદો બનાવો જોઈએ, જેથી આવા તત્વો કાયદાના ડરે ભેળસેળ કરતા અટકશે.

વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈને મુખ્યમંત્રીને પત્ર
17-01-23ના રોજ કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં રજૂઆત કરી હતી કે, ગુજરાત સરકારની યોજના અંતર્ગત ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિદેશ અભ્યાસ માટે લોન આપવામાં આવે છે. આ યોજનામાં વિદ્યાર્થીઓ લોન માટે અરજી કરે છે, પરંતુ તેમને વિઝા મળ્યા બાદ એડમિશન પણ મળી જાય અને તેઓને વિદેશ જવાનું થઈ જાય ત્યારે પણ આ લોન મળતી નથી અને વિદેશ ગયા પછી પણ છ-છ મહિના સુધી લોન મળતી નથી. જેના કારણે વિદ્યાર્થીને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તેમનું ભાવી જોખમમાં મુકાય છે.

છેલ્લા એક વર્ષમાં કુમાર કનાણીએ લખેલા પત્ર



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!