GUJARAT

ભરૂચમાં રખડતાં પશુઓએ જાહેર માર્ગોને બાનમાં લીધા: પશુઓના અડિંગાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી, વિપક્ષે કહ્યું- ‘પાલિકા કોઈ ઘટના બનવાની રાહ જોતી હોય તેમ લાગે છે’ – Bharuch News


ભરૂચ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ શહેરીજનોને રખડતા પશુઓનો ત્રાસ સતાવતો હોય છે. આ પશુઓ જાહેર માર્ગો અને સોસાયટી વિસ્તારમાં અડીંગો જમાવી દેતા હોવાથી રાહદારીઓ તેમજ વાહનચાલકો હાલાકી ભોગવતાં હોય છે.જોકે તંત્ર દ્વારા આ પશુઓને ડબ્બામાં પુરાય તેવી લોક

.

ઢોરથી અગાઉ અનેક બનાવો અકસ્માતના બન્યા છે
ભરૂચ શહેરની વાત કરવામાં આવે તો ભરૂચની કલેકટર કચેરીની નજીકનો માર્ગ જાણે ઢોરવાડો હોય તેમ લાગી રહયો છે. રખડતા પશુઓએ આખા રસ્તા પર કબજો જમાવી લેતા વાહનચાલકો તેમજ રાહદારીઓને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. ચોમાસામાં પશુપાલકો તેમના પશુઓને ખોરાકની શોધમાં રખડતા મુકી દેતાં હોય છે.આવા પશુઓ ખાસ કરીને શાકમાર્કેટ અથવા કચરા પેટીઓની આસપાસ અડીંગો જમાવી દેતાં હોય છે. આવા પશુઓના કારણે ગમે ત્યારે અકસ્માતના બનાવો બનતાં રહે છે અને ભુતકાળમાં અનેક લોકો જીવ ગુમાવી ચુકયાં છે.

પશુ પાલકો પાસેથી દંડની વસુલાત કરી સંતોષ માને છે
ભરૂચ શહેરમાં ભૃગુઋષિ બ્રિજ થી શક્તિનાથ સર્કલ, કોલેજ રોડ,બાયપાસ ચોકડી,મહોમદપુરા સહિતના વિસ્તારમાં પશુ માલિકો રખડતાં પશુઓને છોડી મુકતા તેઓ જાહેર માર્ગો અને સોસાયટી વિસ્તારમાં અડિંગો જમાવે છે.ત્યારે ભરૂચ પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠયા છે. પશુઓને રખડતા મુકી દેનારા પશુપાલકો સામે કડક પગલાં ભરવામાં તંત્ર નિષ્ફળ રહયું છે.ભરૂચમાં રખડતા પશુઓને રાખવા માટેની જગ્યાનો અભાવ છે તેથી પાલિકા તંત્ર પશુ પાલકો પાસેથી માત્ર દંડની વસુલાત કરી સંતોષ માને છે. પશુપાલકો પણ દંડની રકમ ભરી ફરીથી પોતાના પશુઓને રખડતાં મુકી દેતાં હોય છે જેથી આ સમસ્યાનો અંત આવતો નથી.

પાલિકા કોઈ ઘટના બનવાની રાહ જોઈ રહી છે
આ મામલે વિપક્ષ નેતા સમસાદઅલી સૈયદે જણાવ્યુ હતુ કે,શહેરમાં દિવસે દિવસે રખડતાં ઢોરોનો ત્રાસ વધી રહ્યા છે પાલિકા દ્વારા દર વર્ષે આ પશુઓને પકડવા માટે કમિટીઓ બનાવે છે પરતું કોઈ પણ અસરકારક કામગીરી કરવામાં આવતી નથી. અગાઉના વર્ષોમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું અને અનેક લોકોને ઇજાઓ પણ થઈ હતી ત્યારે પાલિકા કોઈ ઘટના બનવાની રાહ જોતી હોય તેમ લાગી રહ્યું છે.જેથી તાત્કાલિક પાલીકા રખડતાં ઢોરને પકડવાની કામગીરી શરૂ કરી ઢોર માલિકો સામે દંડનિય કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.

આ પશુઓના માલિકો પાસેથી દંડની વસુલાત કરાશે
આ અંગે પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યુ હતું, કે હાલમાં રસ્તા પરથી પશુઓને ભગાડવા માટે એક માણસને રાખવામાં આવ્યો છે. તેમજ વહેલી તકે રખડતાં પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવશે.જેમાં તમામ પશુઓને પકડીને પાંજરાપોળ લઇ જવામાં આવશે.ત્યારબાદ પાંજરાપોળ જો કોઈ માલિક પોતાના પશુ લેવામાં આવશે તો માલિક પાસે બે થી ત્રણ હજાર સુધીનો દંડ વસૂલ કરવામાં આવશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!