GUJARAT

દક્ષિણ ગુજરાતની જીવાદોરી: ઉકાઈ ડેમની સપાટીમાં છેલ્લા 14 દિવસમાં 3.63 ફૂટનો વધારો, ઉપરવાસમાં વરસાદથી 17000 ક્યુસેક પાણીની આવક – Surat News

દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમના ઉપરવાસમાં ધીમી ધારે વરસાદ યથાવત્ રહ્યો છે, જેને પગલે પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 14 દિવસમાં સપાટીમાં 3.63 ફૂટનો વધારો થઈ સપાટી 309.02 ફૂટે પહોંચી ગઈ છે. હાલ પાણીની આવક 17 હજાર ક્યુસેક અને જાવક 600

.

સરેરાશ 200 મિમી વરસાદ નોંધાયો છે
ઉકાઈના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત તાપી સંલગ્ન પ્રદેશોમાં ભારે વરસાદ નોંધાયો છે. ફ્લડ વિભાગ સૂત્રોના કહેવા પ્રમાણે સરેરાશ 200 મિમી વરસાદ નોંધાયો છે. જેમાં સેલગામમાં 42 મિમી, નરેનમાં 64 મિમી પડ્યો હતો. આ પાણી આગામી દિવસમાં ઉકાઈ ડેમમાં ઠલવાશે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામી રહ્યું હોવાનું અનુમાન હવામાન વિભાગ તરફથી કરવામાં આવી રહ્યું છે.

સપાટીમાં 3.63 ફૂટનો વધારો થયો છે
સુરત સહિત દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીનો ઇનફ્લો હાલ 17000 ક્યુસેકે પહોંચી ગયો છે. 28 જૂનના રોજ ઉકાઈ ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ હતી. ત્યારે 305.39 ફૂટ સપાટી હતી. છેલ્લા 14 દિવસમાં આ સપાટીમાં 3.63 ફૂટનો વધારો થયો છે અને હાલ આ સપાટી 309.02 ફૂટ પર પહોંચી ગઈ છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!